ફાઉન્ડ્રી ઉદ્યોગને ફટકો, પેકેજિંગ અને ઓટોપાર્ટ્સને ફાયદો
કોલસા પરનો GST 18 ટકા થતાં મંદીમાં પટકાયેલા ફાઉન્ડ્રી ઉદ્યોગને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ
પેકેજિંગ સેકટરને સીધો 7 ટકાનો ફાયદો, ઓટોપાર્ટ્સમાં યુનિફોર્મ 18 ટકા જીએસટી લાગશે
ડીઝલ રિક્ષા અને પાર્ટ્સમાં 28 ટકાથી ઘટી 18 ટકા, ટ્રેકટરમાં 12 ટકાથી ઘટી 5 ટકા જીએસટી કરાયો
ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયેલા નિર્ણયોએ રાજકોટના ઔદ્યોગિક પરિદૃશ્ય પર મિશ્ર અસર કરી છે. ફાઉન્ડરી ઉદ્યોગ માટે આ નિર્ણયો નુકસાનકારક સાબિત થયા છે, જ્યારે પેકેજીંગ, ઓટો પાર્ટ્સ, ડીઝલ રીક્ષા અને ટ્રેક્ટર ઉદ્યોગોને નોંધપાત્ર ફાયદો થશે. આ બેઠકમાં સિમેન્ટ, ગ્રેનાઈટ, મારબલ, બેલા અને લાકડાના ફર્નિચર પર GST દરમાં 7 થી 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ કોલસા પર GST 5% થી વધારીને 18% કરવાથી ફાઉન્ડરી ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.
રાજકોટ ગુજરાતનું ફાઉન્ડરી હબ છે, જ્યાં લગભગ 2,000 ફાઉન્ડરી એકમો ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક ઘટકો માટે કાસ્ટિંગ પૂરું પાડે છે. કોલસો ફાઉન્ડરી ઉદ્યોગમાં ધાતુઓ ઓગાળવા માટે મુખ્ય ઇનપુટ છે. GST કાઉન્સિલે કોલસા પર GST દર 5% થી વધારીને 18% કર્યો છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં 5-7%નો વધારો થશે. આ નિર્ણયથી પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલા ફાઉન્ડરી ઉદ્યોગને નસ્ત્રપડ્યા પર પાટુસ્ત્રસ્ત્ર જેવી સ્થિતિનો સામનો કરવો પડશે.
નાના એકમો માટે આ ખર્ચ વધારો ટકી રહેવાનું મુશ્કેલ બનાવશે. આનાથી રાજકોટના ફાઉન્ડરી ઉદ્યોગની સ્પર્ધાત્મકતા, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં, પર અસર પડશે. લાખો રોજગારી પૂરી પાડતા આ ઉદ્યોગને નવા રોકાણો અને ટેકનોલોજી અપગ્રેડેશન માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
રાજકોટનો પેકેજીંગ ઉદ્યોગ, જે ખાદ્ય, ફાર્માસ્યુટિકલ્સ, ઋખઈૠ અને ઈ-કોમર્સ સેક્ટર્સને સેવા પૂરી પાડે છે, તેને GST દરમાં ઘટાડાથી મોટો ફાયદો થશે. પ્લાસ્ટિક ફિલ્મ, લેમિનેટેડ શીટ્સ અને કાર્ટન બોક્સ જેવી પેકેજીંગ સામગ્રી પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આનાથી ઉત્પાદન ખર્ચમાં 7%નો ઘટાડો થશે.
રાજકોટ પેકેજીંગ એસોસિયેશનના સભ્ય વિજયભાઈ શાહે જણાવ્યું, આ નિર્ણયથી અમે વધુ સ્પર્ધાત્મક ભાવે ઉત્પાદનો પૂરા પાડી શકીશું. ઈ-કોમર્સ અને બાયોડિગ્રેડેબલ પેકેજીંગની વધતી માંગને પહોંચી વળવા અમે નવી ટેકનોલોજી અપનાવી શકાશે. આ રાહતથી રાજકોટના પેકેજીંગ ઉદ્યોગને નવા રોકાણો અને રોજગારીની તકો મળશે, જે ગુજરાતના આર્થિક વિકાસને ટેકો આપશે.
રાજકોટ ઓટો પાર્ટ્સનું મહત્વનું ઉત્પાદન કેન્દ્ર છે, જે દેશભરના ઓટોમોબાઈલ ઉદ્યોગને ઘટકો પૂરા પાડે છે. GST કાઉન્સિલે ઓટો પાર્ટ્સ પર એકરૂૂપ 18% GST દર નક્કી કર્યો છે, જે અગાઉ 28% હતો. આનાથી એન્જિન ઘટકો, ગિયરબોક્સ, બ્રેક એસેમ્બલી અને રેડિએટર જેવા પાર્ટ્સની કિંમતો ઘટશે. આનાથી નાના MSME એકમોને નફામાં વધારો થશે અને ઓટોમોબાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધશે. આ નિર્ણયથી રાજકોટના ઓટો પાર્ટ્સ ઉદ્યોગને નવા ઓર્ડર્સ અને રોકાણો મળશે, જે રોજગારીની તકોમાં વધારો કરશે.
GST કાઉન્સિલે ડીઝલ રીક્ષા અને તેના પાર્ટ્સ પર GST 28% થી ઘટાડીને 18% કર્યો છે.
રાજકોટ ડીઝલ રીક્ષાનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે, અને આ નિર્ણયથી રીક્ષાની કિંમતોમાં 5-7%નો ઘટાડો થશે. આ ઘટાડાથી ગ્રામીણ ગ્રાહકોને ફાયદો થશે અને અમારા ઉદ્યોગને નવી ગતિ મળશે. ટ્રેક્ટર અને કૃષિ સાધનો પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. રાજકોટ ટ્રેક્ટર પાર્ટ્સ અને કૃષિ સાધનોનું ઉત્પાદન કરે છે, અને આ નિર્ણયથી ખેડૂતોને સસ્તા ભાવે સાધનો મળશે.
