રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનના પુન:વિકાસનો ઙખના હસ્તે શિલાન્યાસ

05:41 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ અને ડિવિઝનના 12 રેલવે સ્ટેશન સહિત દેશના 553 રેલવે સ્ટેશનના પુનવિકાસ માટે રૂ.19,000 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્ટેશનોના કામનું વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાને વચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું. રાજકોટ ખાતે કેન્દ્રીય-રાજ્ય કક્ષાના મંત્રીઓ અને સાંસદ સભ્ય રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

રાજકોટ ડિવિઝનમાં આપતા ખંભાળિયા, ઓખામઢી, પીપલી, હાપા, જામવંથલી, સિંધાવદર, વણીરોડ, મોડપુર, ચણોસ, હડમતિયા, લીલાપુર, જેગડવા, અલીગઢ અને લાખામાંચી ગામમાં આવેલ 11 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ તેમજ 9 રોડ અંડરપાસનું ઉદ્દઘાટન કરાયું હતું. ઉપરાંત રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુર, થાન અને ઓખા રેલવે સ્ટેશનના પુનવિકાસ કાર્યો થશે.
અગાઉ, વડાપ્રધાને રેલ્વે સ્ટેશનો પર વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવાના મહત્વ પર સતત ભાર મૂક્યો છે. આ પ્રયાસ તરફના એક મોટા પગલા તરીકે, વડાપ્રધાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 553 રેલ્વે સ્ટેશનોના પુન:વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ સ્ટેશનોને રૂ. 19,000 કરોડથી વધુના ખર્ચે પુન:વિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનો પસિટી સેન્ટર્સથ તરીકે કામ કરશે, જે શહેરની બંને બાજુઓને એક સાથે જોડશે. આ સ્ટેશનો પર આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ હશે. આમાં રૂૂફટોપ પ્લાઝા, સુંદર લેન્ડસ્કેપિંગ, ઇન્ટર-મોડલ કનેક્ટિવિટી, બહેતર આધુનિક રવેશ, બાળકોના રમતના વિસ્તારો, કિઓસ્ક, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, તે પુન:વિકાસિત પર્યાવરણ અને વિકલાંગોને અનુકૂળ હશે. આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે. આ ઉપરાંત, વડાપ્રધાન ઉત્તર પ્રદેશમાં ગોમતી નગર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું, જે લગભગ રૂ. 385 કરોડના ખર્ચે પુન:વિકાસિત કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન સુવિધાઓ અલગ કરવામાં આવી છે. તે શહેરના બંને ભાગોને જોડે છે. આ કેન્દ્રિય વાતાનુકૂલિત સ્ટેશનમાં આધુનિક પેસેન્જર સુવિધાઓ છે જેમ કે એર કોન્કોર્સ, ભીડમુક્ત પરિભ્રમણ, ફૂડ કોર્ટ અને ઉપરના અને નીચેના ભોંયરામાં પૂરતી પાર્કિંગ જગ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ પણ કર્યો હતોે અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા છે. આ પ્રોજેક્ટ્સ અંદાજે રૂૂ. 21,520 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ ભીડમાં ઘટાડો કરશે, સલામતી અને કનેક્ટિવિટી વધારશે અને રેલ મુસાફરીની ક્ષમતા અને કાર્યક્ષમતામાં સુધારો કરશે.

Tags :
gujaratgujarat newspm narendra modirailway stationsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement