For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ATM ધારકનું મોત થતા રૂપિયા બે લાખનો વીમો ચૂકવવા ફોરમનો હુકમ

01:37 PM Feb 19, 2024 IST | Bhumika
atm ધારકનું મોત થતા રૂપિયા બે લાખનો વીમો ચૂકવવા ફોરમનો હુકમ

એટીએમ ધારકનું મોત થતા રૂા.બે લાખનું વળતર ચુકવવા વિમા કંપનીને ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમે હુકમ કરેલ છે.એટીએમ ધારકને અકસ્માત મૃત્યુના સંજોગોમાં વીમા લાભ મળતો હોય છે. આજના સમયમાં લગભગ મોટાભાગના બેંક ખાતેદારો એટીએમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છીએ. દરેક એટીએમ કાર્ડ ધારક વીમાંથી સુરક્ષિત હોય છે. દરેક બેંક એટીએમ ધારક પાસેથી વાર્ષિક સર્વિસ ચાર્જ બેંક એકાઉન્ટમાંથી બારોબાર કપાત કરે છે. એટીએમ ઈસ્યુ કરનાર બેંક વીમા કંપની સાથે એટીએમ કાર્ડ ધારકના વીમા માટે ટાઈઅપ કરે છે. અકસ્માત મૃત્યુના કિસ્સામાં એટીએમ કાર્ડ ધારકના પરિવારને વીમા લાભ મળે છે.

Advertisement

રમીલાબેન પુરબીયાના પતિ એટીએમ કાર્ડ ધારક ઘનશ્યામ એલ પુરબીયા ગુજરાત જછઙઋ માં સર્વિસ કરતા હતા. વર્ષ 2022 માં ઊહયભશિંજ્ઞક્ષ ઉીિું ની ફરજ બજાવવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને ઉત્તર પ્રદેશ (ઞઙ) મોકલવામાં આવેલ. ત્યાં તારીખ 10-2-2022 ના રોજ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

આથી તેઓના પરિવારજનોએ એટીએમ કાર્ડ ના વીમા લાભ મેળવવા ક્લેમ પ્રોસેસ કરવામાં આવી હતી. પરંતુ વર્ષ સુધી કોઈ પરિણામ ન આવતા ગ્રાહક સુરક્ષા ફોર્મમાં કેસ દાખલ કરવાની ફરજ પડી હતી. ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ, ગ્રાહક સુરક્ષા -ગ્રાહક સત્યાગ્રહ -ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્ર પાલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડી.ટી સોની થા મેમ્બર ડોક્ટર સંદીપ પંડ્યા દ્વારા કેસની હકીકતો જોતા એસબીઆઇ બેન્ક તેમજ વીમા કંપની બજાજ એલિયન્સને નોટિસ ફટકારવામાં આવેલ હતી. આથી વીમા કંપની બજાજ એલિયન્સ એ ફરિયાદી રમીાબેન પુરબીયાને વીમા રકમ 2,00,000 ચૂકવવાની ફરજ પડી હતી.

સુચિત્રા પાલ વધુમાં જણાવે છે કે જઇઈં ઇફક્ષસ ની જેમ દરેક બેંક એટીએમ ધારકને પોતાની રીતે પ્લાન તથા કાર્ડના પ્રકાર મુજબ વીમા લાભ આપે છે. કોઈપણ એટીએમ ધારક એટીએમ ચાલુ હોવાની પરિસ્થિતિમાં અકસ્માત મૃત્યુ પામે તો, તેઓનો પરિવાર વિમાના સંપૂર્ણ લાભ મેળવવા હકદાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement