રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આંગણવાડી કર્મીઓને કાયમી કર્મચારી બનાવવા નીતિ ઘડો: હાઇકોર્ટનો હુકમ

04:34 PM Nov 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતની એક લાખથી વધુ મહિલા કાર્યકરો-હેલ્પરને ક્લાસ-3 અને ક્લાસ-4 સમકક્ષ પગાર, ભથ્થાં ઉપરાંત એરિયર્સ ચૂકવાશે

ગુજરાતની 1.06 લાખ મહિલાઓને લાભ આપી શકે તેવા મહત્વના ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે ઠેરવ્યું છે કે આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર કાયમી કર્મચારીઓ તરીકે સમાઈ જવા માટે હકદાર છે. ન્યાયાધીશ નિખિલ કરિયેલ દ્વારા કરેલ હુકમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને સરકારી સેવાઓમાં આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરને સમાવવા માટે સંયુક્ત રીતે એક નીતિ ઘડવા અને કેન્દ્રની ICDS હેઠળ તેમની કાયમી નોકરીનો લાભ આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેઓને ગુજરાત સિવિલ સર્વિસીસ (વર્ગીકરણ અને ભરતી) (સામાન્ય) નિયમો, 1967 હેઠળ ગુજરાતમાં સરકારી નોકરીમાં સામેલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત હાઇકોર્ટે વધુમાં અનુક્રમે વર્ગ 3 અને વર્ગ 4 ની પોસ્ટ માટે ઉપલબ્ધ લઘુત્તમ પગાર ધોરણમાં આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરના પગારને ધ્યાનમાં લેવાનો આદેશ આપ્યો હતો. સરકારને એરિયર્સ ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ અરજદારોના કિસ્સામાં, કટ-ઓફ તારીખ પિટિશન ફાઇલ કરવાની તારીખના ત્રણ વર્ષ પહેલાંની ગણાશે,જે 2015 માં હતી.

હાલમાં આંગણવાડી વર્કરને માનદ વેતન તરીકે રૂૂ. 10,000 અને આંગણવાડી હેલ્પર માટે રૂૂ. 5,500 આપવામાં આવે છે. જે આવી કેટેગરીમાં ચાર કલાક કામ કરતા વર્ગ 4ના કર્મચારી કરતાં ઘણું ઓછું છે.આ અંગે મળતી વિગતો મુજબ આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર દ્વારા 2015માં સેંકડો અરજીઓ દાખલ કરાયી હતી. જેમાં 10 વર્ષથી વધુ સમયથી કાર્યરત બહેનોને કાયમી અને લઘુત્તમ વેતનની માંગ કરાઈ હતી. આ પોસ્ટ્સ પર કામ કરતી મહિલાઓએ ભેદભાવ અને શોષણનો દાવો કર્યો હતો અને કોર્ટને વિનંતી કરી હતી કે તેઓને ICDSયોજના હેઠળ માનદ વેતન પર નોકરી આપવાની સિસ્ટમ બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.

હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું હતું કે આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરનો કાર્યો, ફરજો અને જવાબદારીઓ મોટી છે. સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવતી વેતનની તુલનામાં આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરનું વેતન ખુબજ ઓછું છે. હાઈકોર્ટે તેના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે આ મહિલાઓ પેરામેડિક, કાઉન્સેલર, કોઓર્ડિનેટર, પબ્લિક રિલેશન મેનેજર, ઈવેન્ટ મેનેજર, ક્લાર્ક, પ્રી-સ્કૂલ તરીકે કામ કરવા માટે જરૂૂરી છે તે હકીકતને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે. તેઓએ સવારે 9 થી બપોરે 3.45 વાગ્યાની વચ્ચે આંગણવાડીમાં હાજર રહેવાનું પણ જરૂૂરી છે. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે નસ્ત્રજ્યારે સરકાર ઈંઈઉજ જેવા પ્રોગ્રામ ચલાવવામાં ગર્વ અનુભવે છે, તે કામદારોને ખૂબ જ ઓછો પગાર આપે છે.

Tags :
Anganwadi workersgujarat high courtgujarat newspermanent employe
Advertisement
Next Article
Advertisement