સરકારની અસમાન નીતિઓ વિરુધ્ધ પૂર્વ ધારાસભ્ય દ્વારા ચલાવાશે કૃશક આંદોલન
ઉદ્યોગ જેટલું મહત્ત્વ ખેતીને આપવા, મહાનગર જેવો જ વિકાસ ગામડાઓનો કરવા માંગ કરાશે
સુવિધા વિહોણા નગર અને ગામડા, તેની મુખ્ય આવક ખેતી, નફાકારક ન હોવાને કારણે શહેરીકરણ વધી રહયુ છે, ત્યારે ગુજરાતના 65% લોકોને તેનો સમાન અધિકાર મળવો જોઈએ. જી.એસ.ટી., ટેક્સ બધા ને સરખો ભરવાનો પરંતુ સુવિધા આપવામાં અસમાતા સામે આ આંદોલન છે. વીજળી, પાણી, રો-મટીરીયલ, અન્ય સુવિધા અન્ય વેપાર ઉદ્યોગને ને તાત્કાલીક તો ખેતીને પાણી, વિજળી, ખાતર, દવા વગેરે માટે ફાફા મારવા પડે તે ન ચાલે. મહાનગરનો વિકાસ એ જ ગુજરાતનો વિકાસ ગામ અને નગર અને ખેતી આવકો ઉપર સરકાર વિચારે નહી તે ચાલે ! તાર, ફેન્સીંગ, વિમો, વિજળી, પાણી જેવી ખેતી માટે જરૂૂરી તે માટે ખેડુત સરકાર પર નિર્ભર છે. ખેડુતોને ખેતીમા વેપાર, ઉદ્યોગ જેટલો નફો થાય તો માલીકો ની જેમ ખેડૂત તે પણ સરકારની લાચારી ન કરવી પડે. મહાનગર ઉદ્યોગોનો વિકાસ એ જ ગુજરાતનો વિકાસ નગર અને ગામડામાં બધુ ચાલે આ સામાજીક અને સરકારી માનસીકતા બદલ્યા માટે કુશક આંદોલન.
ગામ અને નગરમાં ચાલે તેવી લોકોએ સામાજીક અને સરકારની માનસીક બદલવી પડે. અમદાવાદનો રીવરફન્ટ, રાજકોટને ઈન્ટ્રનેશનલ એરપોર્ટ, સુરતના ઓવરબ્રીઝ, ગાંધીનગરનો મહાત્માં કોન્ફરન્સ હોલ, ગીફટ સીટી જેવા શહેરોનો વિકાસ પરંતુ નર્મદા કેનાલ સમયસર પૂર્ણ કરી ખેતર સુધી પાણી પહોંચાડવાને અગતત્યતા નહિ, તો શું ગ્રામજનોનો આર્થિક અને સામાજીક વિકાસને સરકારે અગ્રતા આપવી ન જોઈએ ? દેખાડાના વિકાસથી ગ્રામ જનોએ પ્રભાવીત ન થવુ જોઈએ.
ખેતીને મજબુત કરવા કરતા ઉદ્યોગ અને ધંધામાંથી ભ્રષ્ટાચારની આવક વધારે શક્ય બનતી હોય છે. માટે ભાજપની સરકાર ઉદ્યોગ ધંધા ઉપર વધારે ધ્યાન કેન્દ્રીત કરે છે. આવા અનેક મુદાઓને લઈ ખેતી ગામ અને નગરની અવગણના સામે લોક આંદોલન જરૂૂરી છે. માટે આ કૃશક આંદોલન કરાશે તેમ પત્રકાર પરિષદમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂએ જણાવ્યું હતું.