રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતના પૂર્વ IPS વી.એમ. પારગીનું બીમારી બાદ નિધન

05:06 PM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

1994 અને 2003માં રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે બે વખત ફરજ બજાવી હતી

Advertisement

ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી વી.એમ. પારગીનું લાંબી બિમારી બાદ અવસાન થતા આઇપીએસ બેડામાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આઇપીએસ વી.એમ. પારગી રાજકોટ જિલ્લા એસ.પી. તરીકે બે વખત ફરજ બજાવી ચુકયા હતા.

વી.એમ.પારગી 1988ની બેચના આઈપીએસ અધિકારી હતા. છેલ્લા લાંબા સમયથી બીમાર હોવાથી તબિયત નાજુક હતી. પૂર્વ આઇપીએસ અધિકારી વી.એમ.પારગી નિધનના સમાચારથી આઇપીએસ બેડામાં શોકનો માહોલ છવાઇ ગયો છે. તેઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ગાંધીનગર) તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અને 2019માં તેઓ નિવૃત થયા હતા. તેઓ વર્ષ 1994 અને 2003માં બે વખત રાજકોટ જિલ્લા એસ.પી. તરીકે ફરજ બજાવી ચુકયા હતા. પૂર્વ આઇપીએસ વી.એમ. પારગીનું સંતરામપુરના ખેડપા ગામના વતની હતી.

વી.એમ. પારગી આદિવાસી સમાજનું ગૌરવ ગણાતા હતા. તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સુરત શહેરમાં સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક એન્ડ ક્રાઈમ), એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ગાંધીનગર) સહિત વિવિધ મહત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. તેઓ નિવૃતિ બાદ આદિવાસી સમાજના ઉત્થાન માટે સમાજસેવા કરી રહ્યા હતા. તેમને ગણતરી નોન કરપ્ટેડ અધિકારીઓમાં થતી હતી.

Tags :
gujaratgujarat newsgujarat policeIPSIPS V.M. PargiIPS V.M. Pargi death
Advertisement
Next Article
Advertisement