ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિનું કાર અડફેટે કરૂણ મૃત્યુ

11:58 AM Sep 04, 2025 IST | Bhumika
Advertisement

સાંજે સાયક્લિગં કરતી વખતે કારે ઉલાળ્યા, સિક્સલેન હાઇવેની કામગીરીએ વધુ એક ભોગ લીધો

Advertisement

ગોંડલ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈનું કોટડાસાંગાણી રોડ પર સાંજનાં સુમારે સાયકલ વોકિંગ દરમ્યાન કાર ચાલકે હડફેટે લેતા ગોંડલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા રસ્તામાં જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ નગરપાલિકામાં મહિલા પ્રમુખ તરીકે સાશન ની ધૂરા સંભાળતા શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈ સાવલિયાની સુજબૂજથી ગોંડલ શહેરમાં વિકાસ વેગવંતો બન્યો હતો સરળ સ્વભાવને લઈને મનસુખભાઈ તમામ જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલતા હોય જેમને કારણે ગોંડલમાં સારી એવી નામના મેળવી હતી.મનસુખભાઈ ની નિવૃત્તિ બાદ પોતાની SRP ગેઈટ સામે આવેલ જય ગુરુદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા હતા રોજીંદા નિત્યક્રમ મુજબ પોતાની સાયકલ લઈને કોટડાસાંગાણી રોડ પર સમી સાંજે વોકિંગ કરવા નીકળ્યા હતા ત્યારે મહિલા પોલીસ સ્ટેશન પાસે KUV100 ફોરવીલ J03JR 6523નંબરની કારે હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી. જેમને પ્રથમ ગોંડલની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવારની જરૂૂર પડતા એમ્બ્યુલન્સ મારફત રાજકોટ હોસ્પિટલે લઇ જતા હતાં પરંતુ અધવચ્ચે વધુ સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું.

મૃતક મનસુખભાઈના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, મિત્રો સહિતના લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માતના બનાવને લઈને ગોંડલ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. મનુસુખભાઈને સંતાનમાં બે દીકરા તથા 1 દીકરી ત્રણેય પરણીત હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત માટે કુખ્યાત બનેલો કોટડા સાંગાણી રોડ રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર સિક્સ લેનની કામગીરીને પગલે અવાર નવાર ટ્રાફિક સમસ્યા ઉદભવતી હોય છે ત્યારે મોટા ભાગના વાહન ચાલકો વાયા કોટડાસાંગાણી રોડ થઈને ચાલતા હોવાથી આ રોડ પર વાહનોનું ભારણ વધી જવાથી અકસ્માતના છાશવારે બનાવો બનતા હોય છે ગોકળગતિએ ચાલતી સીકસલેનની કામગીરી ઝડપી પુરી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

Tags :
accidentdeathFormer Gondal Municipality Presidentgondalgondal newsgujaratgujarat newsShardaben Savaliya
Advertisement
Next Article
Advertisement