રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાબર ડેરીની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ફરી ડિરેક્ટર બન્યા

12:57 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

સાબરકાંઠા અને અરવલ્લીની પશુપાલકોની જીવાદોર સમાન સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં અરવલ્લીના બાયડ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારને હરાવી સતત ચોથી વાર સાબરડેરીના ડિરેકટર બન્યા છે.લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા જ સાબરડેરીમાં અરવલ્લી જીલ્લાના બાયડ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ભાજપ પ્રેરિત ઉમેદવારને હરાવીને વિજય મેળવ્યો છે. 16 માંથી ભાજપ પ્રેરિત 15 બેઠકો બિનહરીફ થઇ હતી છતાં એક સભ્યની બેઠકમાં ભાજપ પ્રેરીત ઉમેદવારની હાર થઇ છે.

Advertisement

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સામાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થવા પામી હતી. જોકે એક માલપુર બેઠક માટે 99 ટકા મતદાન થયું હતું.જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 574 મત જશુભાઈ પટેલને અને હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા હતા. જો કે ત્રણ મત રદ ગયા હતા.
આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ડિરેક્ટરો સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા.
એટલું જ નહીં પરંતુ પશુપાલકોના હિત માટે જ્યાં જરૂૂર હશે ત્યાં ઉભા રહેવાની ખાતરી પણ આપી હતી અને આ ડિરેક્ટરો દ્વારા થયેલા કૌભાંડો પણ ઉજાગર કરવા માટેની વાત કરી હતી.

Tags :
gujaratgujarat newsSabar Dairy
Advertisement
Next Article
Advertisement