ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પૂર્વ C.M.વિજયભાઇ રૂપાણી ‘ગુજરાત મિરર’ની શુભેચ્છા મુલાકાતે

03:55 PM Sep 12, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજયભાઇ રૂપાણી આજે ‘ગુજરાત મિરર’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને ગુજરાત મિરરના તંત્રી સંજય પટેલ સાથે ભાજપની સદસ્યતા ઝુંબેશથી માંડી કેન્દ્ર અને રાજય સરકારોની વિવિધ યોજનાઓના ફળ લોકો સુધી કઇ રીતે પહોંચી રહ્યા છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નયા ભારતનો કઇ રીતે ઉદય થયો છે તેની પણ તલસ્પર્શી છણાવટ કરી હતી. વિજયભાઇ રૂપાણીને પંજાબ બાદ હાલમાં જ પાર્ટી દ્વારા ઉતરપ્રદેશના 11 જિલ્લામાં સંગઠન પર્વની પણ જવાબદારી સોંપવામાં આવી હોય, આગામી તા.15 બાદ પોતે યુ.પી.ના પ્રવાસે જઇ રહ્યાનું જણાવ્યું હતું. વિજયભાઇ રૂપાણી સાથે ભાજપના સિનિયર અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ પણ ગુજરાત મિરર કાર્યાલયમાં ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર: મુકેશ રાઠોડ)

Advertisement

Tags :
Former CM Vijaybhai Rupanigujaratgujarat mirrorgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement