રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગી અગ્રણીઓ સામેનો બદનક્ષીનો કેસ વિથ ડ્રો કરવા કોર્ટમાં પુરશીષ રજૂ કરતાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી

05:26 PM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા કંપનીની જમીન સ2કાર કરવાના બદલે સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેર કરી રૂૂ.500 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચાર્યું હોવાનો આક્ષેપ કરી ગુજરાત વિધાનસભા વિ2ોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૌલેષ 52મા2 અને કોગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ સામે આક્ષેપો કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીએ તદ્દન ખોટા વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ઉપ નેતા શૈલેષભાઇ પરમાર, દંડક સી.જે.ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ગાંધીનગર કોર્ટે સમન્સ પાઠવતા કોંગ્રેસના ચારેય આગેવાનો કોર્ટમાં હાજર થયા હતા અને અંગત મદદનીશ વિરોધ પક્ષના નેતા પ્રવીણ પરમારે પોતાની સામેની ફરિયાદ રદ કરવા કરેલી અરજી રદ થઈ હતી.

જે બદનાક્ષી કેસમાં કોંગ્રેસ અગ્રણીઓ પ્લી નોંધવા કોર્ટમાં હાજર રહેતા ન હોવાથી ગાંધીનગર કોર્ટે સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી.જે. ચાવડા વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢતો હુકમ કર્યો હતો. જે હુકમ બાદ કોર્ટમાં પ્લી નોંધવામાં આવે તે પૂર્વે ચારેય કોંગી આગેવાનો પોતાના વકીલ મારફતે કોર્ટમાં હાજર થયા હતા અને લેખિતમાં બિનશરતી માફી માંગતો માફીપત્ર રજૂ કર્યો હતો ત્યારે આરોપીઓની બિનશરતી માફી માંગતો માફીપત્ર રેકોર્ડ પર આવતા કોર્ટે ફરિયાદી વિજયભાઈ રૂૂપાણીને આરોપીઓએ માંગેલ લેખિત માફી સ્વીકાર્ય છે કે કેમ? તેમજ તેઓ કેસ આગળ ચલાવવા માંગે છે કે કેમ? તે અંગે પૂછતા ફરિયાદી વિજયભાઈ રૂૂપાણીએ આરોપીઓ દ્વારા માંગવામાં આવેલી બિનશરતી માફી સ્વીકારી હતી અને માફીપત્રની હકીકત ધ્યાને લઈ કેસ પરત ખેંચવા કોર્ટમાં વિથડ્રો પુરશીષ રજૂ કરી હતી અને કેસ ફાઈલે કરવા કોર્ટને વિનંતી કરી હતી.

આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિ2ાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, રાકેશ ભટ્ટ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત અને ગાંધીનગરના એડવોકેટ અલ્પેશ ભટ્ટ રોકાયા હતા.

Tags :
CongressFormer Chief Minister Rupanigujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement