સાવરકુંડલામાં ભાજપના પૂર્વ સદસ્યપતિ નો અનોખો વિરોધ દુકાને દુકાને રૂપિયાની ભીખ માગી મસમોટા ખાડા પૂર્યા
સાવરકુંડલા સ્ટેશન રોડ પર થોડા સમય પહેલાં જ બનેલા આર.સી.સી.ના રોડ પર મસમોટા ખાડા પુરવા માટે રોડ આસપાસ ના દુકાનદારો અને રાહદારીઓ છેલ્લા એકમાસ થી પાલિકાના સતાધીશો ને લેખિત, મૌખિક તથા ટેલિફોનિક રજુઆતો કરતા હતા પણ પાલિકા ના જવાબદાર સતાધીશો અને સદસ્યો દ્વારા ધ્યાન ન આપતાં પાલિકા તંત્રની આ બેદરકારીથી નારાજ થઈને ભાજપ અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ સદસ્ય ના પતી જગદીશભાઈ ડાભી ઠાકોરે આ રોડના ખાડાઓ બુરવા માટે દુકાનદારો, રાહદારીઓ અને વાહનચાલકો પાસે પૈસા ની ભીખ માંગી સિમેન્ટ, રેતી, કાંકરી, મજૂરો અને કડીયા કામના કારીગરો લાવી જાતેજ ખાડાઓ બુર્યા હતા છેલ્લા બે માસથી આ માર્ગમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે વાહનોમાં પણ મસમોટા ખાડા ઓના હિસાબે નુકશાની થઈ રહીછે હાલ ચોમાસાની ઋતુમાં સાવરકુંડલાના બિસ્માર રસ્તાઓ અને તેના પર પડેલા મસમોટા ખાડાઓને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ભાજપ અગ્રણી અને પૂર્વ પાલિકા સદસ્યના પતિ રાહદારીઓ, દુકાનદારો પાસેથી પૈસા એકઠા કરીને જાતે જ ખાડાઓ બુર્યા હતા.
વરસાદી સિઝન શરૂૂ થતાં જ સાવરકુંડલાના અનેક મુખ્યમાર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકો અને રાહદારી ઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોછે આ અંગે સ્થાનિક રહીશોએ અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં ખાડા પૂરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી આથી ભાજપ શાસિત પાલિકા સામે ભાજપના જ અગ્રણી દ્વારા દુકાને દુકાને અને રસ્તા પર ફરીને લોકો પાસેથી પૈસા માંગીને તંત્ર સામે એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો તેમણે શહેરની દુકાને દુકાને અને રસ્તા પર ભીખ માંગીને પૈસા એકઠા કરી જાતે જ રસ્તા પરના ખાડા પૂરવાનું કાર્ય હાથ ધર્યું હતું.