રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોગસ આઇડીથી આરટીઓ ઓફિસર ખપેડ ને બદનામ કરનાર પૂર્વ એજન્ટની ધરપકડ

04:44 PM Jul 13, 2024 IST | admin
Advertisement

પાવન પાર્કના શખ્સે ખપેડ ગરીબોના મોતના સોદાગર છે, પબ્લિક ડેટા સેફ નથી, અને ભ્રષ્ટાચાર થાય છે તેવા ટ્વિટ કર્યા હતા

Advertisement

રાજકોટના આરટીઓ ઓફિસર ખપેડને બદનામ કરવામાં આવતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી મોરબી રોડ પર રહેતાં પુર્વ આરટીઓ એજન્ટે બોગસ આઇડી ઉભી કરી આ ટ્વિટ કર્યાનું ખુલતાં ગુનો નોંધી તેને પકડી ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

વધુ વિગતો મુજબ,આરટીઓ ઓફિસર કેતનકુમાર મથુરભાઇ ખપેડ (રહે. બી-10 સરકારી ક્વાર્ટર રેસકોર્ષ સામે)ની ફરિયાદ પરથી મોરબી રોડ સેટેલાઇટ ચોક 80 ફુટ રોડ પાવન પાર્ક ફલેટ નં. 401માં રહેતાં ટ્વિટર પર બીપીન જોષી અને ચિરાગ પરમારના નામે ફેક આઇડી બનાવનારા ધુળકોટીયા સંજય શાંતિલાલ વિરૂૂધ્ધ કલમ 500 તથા આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.કેતનકુમાર ખપેડે જણાવ્યું છે કે તા.1/6ના રોજ તેઓ કચેરીએ હતા અને ઓફિસનું ટ્વિટર એકાઉન્ટ ચેક કરતા હતા ત્યારે એક આઇડી બીપીન જોષીના નામે હતી તેણે ખપેડના નામનો ઉલ્લેખ કરી ઓફિસ આરટીઓ કચેરી રાજકોટ ખાતે તમામ સરકારી કામ માટે અલગ અલગ રૂૂપિયા લેવામાં આવતાં હોવાના અને ઓફિસમાં ભ્રષ્ટાચાર થાય છે.

તે બાબતના અલગ અલગ ટ્વિટ કરેલા હતાં
આ ઉપરાંત અન્ય ટ્વિટર આઇડી ચિરાગ પરમારના નામે હતી તેણે પણ ખપેડના નામનો ઉલ્લેખ કરી આરટીઓ ઓફિસ ખાતે તમામ કામ માટે પૈસા લેવામા આવે છે અને આરટીઓ કચેરીમાં પબ્લીકનો ડેટા સેફ નથી, આરટીઓ કે.એમ.ખપેડ ગરીબોના મોતનો સોદાગર છે તેમજ અલગ અલગ કામ માટેના રૂૂપિયા ભ્રષ્ટાચાર દ્વારા લેવામાં આવે છે તે પ્રકારના ટ્વિટ કરેલા હતાં.આ ટ્વિટમાં કોઇ તથ્ય ન હોઇ બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે સાયબર ક્રાઇમે તપાસ કરતા કચેરીના નામે ખોટા આક્ષેપો કરનારા બંને ટ્વિટર ધારકોનો એક જ મોબાઇલ નંબર હોવાનું અને તેનું સાચું નામ ધુળકોટીયા સંજયભાઇ શાંતિલાલ (રહે. પાવન પાર્ક ફલેટ એ-વીંગ નં. 401, મોરબી રોડ સેટેલાઇટ ચોક, એંસી ફુટ રોડ રાજકોટ) હોવાનું ખુલ્યુ઼ હતું.આ મામલે સાયબર ક્રાઈમના એએસઆઇ ડી. બી. કાકડીયાએ ફરિયાદની તજવીજ કરતાં હેડકોન્સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીઆઇ કે. જે. મકવાણાએ કરી ઝડપાયેલો સંજય પોતે અગાઉ આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું રટણ કર્યુ હતું.કોઇ કારણે દુભાયો હોવાથી આ ટ્વિટ કર્યાની આશંકા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRTO
Advertisement
Next Article
Advertisement