ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી શહેરી વિકાસ સત્તા મંડળની રચના

01:24 PM Jun 26, 2025 IST | Bhumika
Advertisement

મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરના સુનિયોજીત વિકાસ માટે મોરબી મહાનગરપાલિકામાં ભળેલા તથા નજીકના ગામોનો સમાવેશ કરીને મોરબી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવી અત્યંત જરૂૂરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગત એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને લેખિત રજૂઆત પણ કરી હતી. ત્યારે કાંતિભાઈ અમૃતિયાની આ રજૂઆત ફળી છે અને સરકાર દ્વારા મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે.

Advertisement

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા 23 જૂનના રોજ નોટિફિકેશન બહાર પાડીને મોરબી-વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. જેનાથી મોરબીના વિકાસને વધુ વેગ મળશે. ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement