For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કબૂતરબાજીની તપાસ માટે CID દ્વારા 4 સ્પેશિયલ ટીમની રચના

11:56 AM Dec 27, 2023 IST | Sejal barot
કબૂતરબાજીની તપાસ માટે cid દ્વારા 4 સ્પેશિયલ ટીમની રચના

ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળેલા 276 ભારતીયો સાથેનું વિમાન ફ્રાન્સથી ગઇકાલે મુંબઇ પરત ફરતા આ કબુતરબાજ વિમાનમાં 21 ગુજરાતીઓ પણ લીલાતોરણે પરત ફર્યા છે ત્યારે ગુજરાત પોલીસ પણ એકશનમાં આવી છે અને કબુતરબાજીની તપાસ માટે 16 અધિકારીઓની ચાર સ્પેશીયલ ટીમની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમો ફ્રાન્સથી પરત આવેલા તમામ 21 લોકોના નિવેદનો નોંધી કયા એજન્ટ મારફત કઇ રીતે અમેરિકામાં ઘુસણખોરીનો પ્લાન બનાવ્યો હતો અને કેટલા રૂપીયા આપવામાં આવ્યા હતા. તેમજ આ માનવ તસ્કરીમાં કેટલા એજન્ટો સંડોવાયા છે તે અંગે સંપુર્ણ તપાસ કરશે અને જરૂર પડે ત્યાં ગુના પણ દાખલ કરશે અને ધરપકડો પણ કરશે.
ભારતથી વાયા ફ્રાંસ થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશ કરવાના આશયથી ફ્રાંસ સરકારે આખે આખું પ્લેન રિટર્ન કર્યું હતું. જે ગઇકાલે સવારે મુંબઈ એરપોર્ટ ઉપર પરત કર્યું છે. ત્યારે ગુજરાત સીઆઇડી ક્રાઇમ પણ સમગ્ર ઘટનાને લઈને એક્ટિવ બની છે. આ બાબતે સીઆઇડી ક્રાઇમના એસપી સંજય ખરાંતે મીડિયાને નિવેદન આપ્યું હતું કે હાલમાં સોર્સ પ્રમાણે 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે અને આ તમામ લોકો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય વિસ્તાર અને આણંદના રહેવાસીઓ છે. આ રેકેટ પાછળ મુખ્ય આરોપીને શોધવા માટે ભશમ ભશિળય દ્વારા ચાર ડીવાયએસપી હેઠળ કુલ 16 અધિકારીઓની 4 સ્પેશિયલ ટીમ તૈયાર કરવામાં આવી છે.
CID ક્રાઇમ SP સંજય ખરાંતે વધુમાં જણાવ્યું હતું કે, માનવતા સ્ત્રીના આ રેકેટની તપાસ માટે ખાસ ચાર ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં હાલમાં મુસાફરો મુંબઈ ખાતે પહોંચ્યા છે અને ભશમ ક્રાઈમ દ્વારા જે મુસાફરોના નામ સામે આવ્યા છે. તેમના પરિવારજનોના પણ નિવેદનો લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મુસાફરોના પણ નિવેદન લેવામાં આવશે. જેમાં આ લોકો કોના મારફતથી કયા એજન્ટ અને એજન્સી મારફતે તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના હતા. કઈ રીતે તેઓએ આયોજન કર્યું હતું. કયા કયા લોકો સંડોવાયેલા છે. ભૂતકાળમાં આવી રીતે કેટલા લોકોએ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કર્યો છે અને ભવિષ્યમાં કેટલા લોકો હજુ તૈયાર હતા. તે તમામ વિગતો સાથેની તપાસ ભશમ ભશિળય દ્વારા કરવામાં આવશે, જ્યારે એજન્ટો દ્વારા કેટલા પૈસા લઈને અને કયા પ્રકારના વાયદા કરીને તેમને અમેરિકા મોકલ્યા છે, તે તમામ વિગતની તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા પ્રવાસીઓમાં અંદાજિત 21 જેટલા ગુજરાતી પ્રવાસીઓ હોવાનું ખુલ્યું છે. આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપૂત સમાજના છે. જેઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના કલોલના રહેવાસી છે. સમગ્ર રેકેટ દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદે ચલાવતો હતો. અમેરિકા જવા માંગતા લોકો પાસેથી 70 થી 80 લાખ રૂૂપિયા વસૂલાયા હતા. પકડાયેલા પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મૂકાયા છે. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામનો ચેતન નામનો યુવક આજથી લગભગ બે થી ત્રણ મહિના પૂર્વે અમેરિકા જવા માટે તેની બાજુના ગામના કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી ગયો હોવાની આશંકા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement