ઓનલાઇન સુનાવણી માટે પણ વકીલોનો ઔપચારિક પોશાક ફરજિયાત: હાઇકોર્ટ
05:40 PM Jul 01, 2025 IST
|
Bhumika
Advertisement
પરિપત્ર જાહેર કરી કડક પાલનની સૂચના આપવા નિર્દેશ
Advertisement
ઓનલાઇન સુનાવણીને પણ કોર્ટરૂમમાં હાજરી સમાન જ હોય તમામ વકીલોએ નિર્ધારીત પોશાક પહેરવો ફરજિયાત હોવાનો નિર્દેશ હાઇકોર્ટના જસ્ટિશ એમ.કે.ઠક્કર દ્વારા આપવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.કે. ઠક્કરે રજિસ્ટ્રાર જનરલને ઓનલાઈન સુનાવણી દરમિયાન નિર્ધારિત ગાઉન પહેરવા સંબંધિત મામલો મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકવા અને આ જરૂૂરિયાત અંગે સંબંધિત તમામને સૂચિત કરતો યોગ્ય પરિપત્ર જારી કરવાનો અને ભવિષ્યમાં કડક પાલન કરવાનો આદેશ આપવાનો નિર્દેશ આપ્યો છે..
તાજેતરની સુનાવણી
દરમિયાન, ન્યાયાધીશ ઠક્કરે ઓનલાઈન સુનાવણી દરમિયાન વકીલોના નિર્ધારિત ગાઉન ન પહેરવાની પ્રથાને ના પાડી હતી. તેમણે અવલોકન કર્યું હતું કે વર્ચ્યુઅલ સુનાવણીમાં પણ કોર્ટરૂૂમમાં શારીરિક હાજરી સમાન છે અને તેની સાથે સમાન સ્તરની ઔપચારિકતા સાથે વર્તવું જોઈએ.
Next Article
Advertisement