For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 12 એપ્રિલથી ફોર્મ ભરાવાનું શરૂ

05:02 PM Mar 16, 2024 IST | Bhumika
ગુજરાતમાં 12 એપ્રિલથી ફોર્મ ભરાવાનું શરૂ
  • 22 એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે

આજે ચુંટણીપંચ દ્વારા લોકસભાની ચુંટણી જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજયની 26 લોકસભા બેઠકોની ચુંટણી 7 તબક્કામાં યોજવામાં આવશે. ગુજરાતમાં 26 બેઠકો માટે જાહેરનામું 12 એપ્રિલના રોજ પ્રસિધ્ધ થશે. 19 એપ્રિલ સુધીમાં ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ફોર્મ પાછા ખેંચવાની તારીખ 22 એપ્રિલ છે.ગુજરાતની 26 બેઠકોમાંથી બે બેઠકો કચ્છ અને અમદાવાદ પૂર્વ શીડયુલકાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે. ચાર બેઠકો એસટી માટે અનામત છે જેમાં બારડોલી, દાહોદ, છોટા ઉદેપુ અને વલસાડ બેઠકનો સમાવેશ થાય છે. આ બધી બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચુંટણીની તારીખો જાહેર થયા પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 ઉમેદવારો, કોંગ્રેસ દ્વારા 7 ઉમેદવારો અને આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા હતા.

Advertisement

આ બેઠકો પર મતદાન

1. કચ્છ(એસસી)
2. બનાસકાંઠા
3. પાટણ
4. મહેસાણા
5. સાબરકાંઠા
6. ગાંધીનગર
7. અમદાવાદ પૂર્વ
8. અમદાવાદ પશ્ર્ચિમ (એસસી)
9. સુરેન્દ્રનગર
10. રાજકોટ
11. પોરબંદર
12. જામનગર
13. જૂનાગઢ
14. અમરેલી
15. ભાવનગર
16. આણંદ
17. ખેડા
18. પંચમહાલ
19. દાહોદ (એસટી)
20. વડોદરા
21. છોટા ઉદેપુર
(એસટી)
22. ભરૂચ
23. બારડોલી (એસટી)
24. સુરત
25. નવસારી
26. વલસાડ (એસટી)
Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement