For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલામાં વન કર્મીએ સરકારી જમીન ઉપર ગોડાઉન ખડકી ભાડે આપી દીધું, અંતે સીલ

12:54 PM Dec 11, 2025 IST | Bhumika
ચોટીલામાં વન કર્મીએ સરકારી જમીન ઉપર ગોડાઉન ખડકી ભાડે આપી દીધું  અંતે સીલ

ચોટીલા પ્રાત અધિકારી દ્વારા ચોટીલા શહેરમાં પ્રાઇમ લોકેશન ઉપરની સરકારી જમીન ઉપર વન વિભાગનાં કર્મચારી દ્વારા કરાયેલ ગે. કા દબાણ તેના ઉપર થયેલ બાંધકામ અને ભાડા વસુલાતને ખાત્રી સાથે ઝડપી પાડી ઠંડા પીણાની એજન્સી નું ખડકાયેલ ગોડાઉન સીલ મારી દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કાર્યવાહી હાથ ધરતા લેન્ડ માફિયાઓમાં ફફડાટ સાથે ચકચાર ફેલાયો છે.

Advertisement

ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા એ રેફરલ હોસ્પિટલ નજીક આવેલ પ્રાઇમ લોકેશન ઉ5ર દબાણ આઇડેન્ટીફાય કરતા સરકારી હોસ્પીટલની સામેની સાઇડ કોકા કોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉન‘ સરકારી જમીનમાં શંકાસ્પદ લાગતા સ્થળ ઉ5ર મામલતદાર અને સર્કલ ઓફીસર ને રેકર્ડ સાથે બોલાવી ખાત્રી કરેલ હતી

આ જમીન સરકારી જમીન હોવાનું તેમજ તદન ગેરકાયદેસર રીતે 2500 ચો.મી. વાળી જમીનમાં દબાણ કરી 500 ચો.મી. વાળી જમીનમાં પાકુ બાંઘકામ કરી ઠંઠાપીણાનું ગોડાઉન બનાવવામાં આવેલ હતુ. બાકીની જમીનમાં ગાયનો તબેલો તેમજ અન્ય હેતુ માટે ઉ5યોગ કરવામાં આવતો હતો.

Advertisement

આ ઠંઠાપીણાના ગોડાઉન ચલાવનાર રોહનભાઇ દર્શકભાઇ આચાર્ય રહે. સુરેન્દ્રનગર વાળા ને પુછતા આ સરકારી જમીનમાં અનઅઘિકૃત રીતે દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી ભરતભાઇ બાવકુભાઇ ખાચર ( ફોરેસ્ટર) દ્વારા કરવામાં આવેલ છે, અને આ જમીનનો ભાડા કરાર રૂૂ.5000/- છે અને ભરતભાઇ બાવકુભાઇ ખાચર દ્વારા દર મહિને રૂૂ.12000/- વસુલ કરવામાં આવતું હોવાની કબૂલાત કરેલ હતી.તંત્ર દ્વારા 42000 પાણીની બોટલો, 6000 અલગ અલગ કં5નીની ઠંઠાપીણાની બોટલો મળી કુલ 48000 બોટલો મળી કુલ રૂૂ.11,40,000/- ( અંકે રૂૂપિયા અગીયાર લાખ ચાલીસ હજાર પુરા)‘ નો મુદ્દામાલ જપ્ત કરી સદરહુ ગેરકાયદેસર ગોડાઉનને સીલ મારવામાં આવ્યુ છે.

વન વિભાગના કર્મચારી દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી અન અધિકૃત સરકારી જમીનનો ઉપયોગ કરી નફો મેળવતા હોય તેથી તે ઇસમ સામે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 મુજબ વિઘીવત રીતે દબાણ દુર કરવા અંગેની કાર્યવાહી તેમજ લેન્ડ ગ્રેબિંગની હેઠળની કાર્યવાહી તેમજ સરકારી જમીનમાં દબાણ કરી, ખોદકામ કરેલ હોવાથી વસુલાત અંગેની કાર્યવાહી હાથ ઘરવા મામલતદાર ચોટીલાને સુચના આ5વામાં આવેલ છે.સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરની મુખ્ય બજારને જોડતા માર્ગ ઉપર આવેલ સરકારી જમીન ઉપર અનેક કાચા પાકા દબાણો થયા છે. જે દબાણો અનેક ધંધાર્થીઓને ભાડા પેટે અપાયેલ છે. આવા દબાણ કર્તા જમીન માફિયાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવનાર હોવાની ચર્ચા ઉઠી છે.કાર્યવાહી થી જમીન માફિયાઓમાં ચકચાર સાથે ફફડાટ ફેલાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement