ધારીના સરસિયા રેન્જમાં ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરી ખૂનની ધમકી
અમરેલી જિલ્લામાં આવેલી ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી સરસીયા રેન્જમાં ફરજ બજાવતા પી.એલ.ગોસાઈ નામના ફોરેસ્ટ ગાર્ડને માર મરાયો છે. પી.એલ.ગોસાઈને ફરજ દરમિયાન 2 ઈસમો દ્વારા રસ્તા વચ્ચે રોકી ઢીકા પાટુ મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલો થયા બાદ ફોરેસ્ટ ગાર્ડને ધારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા અન્ય ફોરેસ્ટ સ્ટાફ અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા. ઘટનાની જાણ ધારી પોલીસને કરતા પોલીસ દોડી તપાસ હાથ ધરી ઇજાગ્રસ્ત ફોરેસ્ટ ગાર્ડની ફરીયાદ લેવા માટે પ્રથમ નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. બે ઈસમો સામે ફરજમાં રૂૂકાવટની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. જોકે, ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલાની ઘટનાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. હાલ પોલીસએ આરોપીને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.
સરસીયા રેન્જમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ પી.એલ.ગોસાઈએ જણાવ્યું કે, હું મારી ફરજ બજાવતો હતો. માણાવાવના રેહવાસી બે વ્યક્તિએ મને રોક્યો કેમ સામું જો છો અને કેમ નોકરીમાં નથી રાખતો કહી મને માર માર્યો નીચે પછાડી દીધો હતો. મારા અધિકારીને ગાળો આપી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.