For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાઘની મહેમાનગતિ માટે વનવિભાગનાં અચ્છોવાના

04:09 PM Nov 20, 2025 IST | Bhumika
વાઘની મહેમાનગતિ માટે વનવિભાગનાં અચ્છોવાના

દાહોદનાં જંગલમાં તાબડતોબ ખાણી-પીણીની વ્યવસ્થા ઉભી કરાઈ, સતત મોનિટરીંગ

Advertisement

ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં વાઘની હાજરી હતી, પરંતુ કાળક્રમે ગુજરાતમાંથી વાઘની પ્રજાતી લૂપ્ત થઈ, પરંતુ આપણા માટે એ આનંદની વાત છે કે ફરી એકવાર ગુજરાતને વાઘે પોતાનું નવુ ઘર બનાવ્યુ છે. અત્યારે જે વાઘ ગુજરાતમાં દાહોદના જંગલમાં વસવાટ કરી રહ્યો છે તે, સૌ પ્રથમ તા. 22 /02/2025ના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો.

આ અંગે માહિતી આપતા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સિંહ ધરતી એવુ આપણું ગુજરાત હવે વાઘનું નવુ ઘર બન્યું છે. તા.23/02/2025ની સવારે પીપલગોટા રાઉન્ડ, કંજેટા રેન્જના સ્ટાફ દ્વારા વન્યજીવોની હિલચાલના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મોટા કદના પગના નિશાન (પગ માર્ક્સ) જોવા મળ્યા હતા. આ પગના નિશાન સામાન્ય દીપડા કરતાં મોટા હોવાથી, આ વિસ્તારમાં લગાવેલા કેમેરા ટ્રેપના ચિત્રોનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું અને તા. 22/02/2025ના રોજ રાત્રિના આશરે 2:40 વાગ્યે વાઘની તસવીર કેદ થયેલી જોવા મળેલ હતી. આથી સવારે જોવા મળેલા મોટા કદના પગના નિશાન વાઘના જ હોવાની પુષ્ટિ થયેલ.

Advertisement

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, વન વિભાગ દ્વારા વાઘની હાજરી નોંધાઈ ત્યારથી આ વિસ્તારનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમજ પાણીની ઉપલબ્ધતા, સુરક્ષા, આગ નિવારણ અને શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા જેવા જરૂૂરી પગલાં લેવામાં આવેલ છે. વિસ્તારમાં કેમેરા ટ્રેપની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જંગલી ડુક્કર, નીલગાય અને વાનરોની હાજરી છે અને જરૂૂર પડ્યે શિકારી પ્રાણીઓની સંખ્યામાં વધારો કરવામાં આવેલ છે. તે ઉપરાંત ચોમાસા દરમ્યાન સાબર અને ચિતલ પણ આ વિસ્તારમાં મુક્ત કરવામાં આવેલ છે. જેમાં હાલમાં પ્રજનન પણ જોવા મળેલ છે. વાઘની હાજરીની પુષ્ટિ કરતી તસવીરો સતત કેમેરા ટ્રેપમાં આવેલ છે જેનાથી વાઘની હાજરી તેમજ તેઓના આરોગ્ય બાબતે સતત મોનીટરીંગ શક્ય બનેલ છે. ઉપરોક્ત રીતે વાઘ રતનમહાલ વિસ્તારમાં સ્થાયી થયેલ જણાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement