રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આ તારીખથી થશે શરુ, દરરોજ 50 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા

03:22 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાતમાં વધુ એક પરીક્ષાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા લેવામાં આવશે. રોજના 50 હજાર જેટલાં ઉમેદવારો આ પરીક્ષા આપશે. પરીક્ષા કોમ્પ્યુટર આધારીત હોવાના કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો આ પરિક્ષમાં ભાગ લેશે. રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે.

15 દિવસમાં જ વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે

નવા વર્ષની શરૂઆત પહેલા જ ગુજરાતમાં ભરતીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે. વર્ગ 3ના 5 હજાર કર્મચારીની રાજ્યમાં ભરતી કરવામાં આવશે. આ અંગે ઉત્તરાયણ પહેલાં જ સારા સમાચાર મળશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આ એલાન કર્યું છે.

 

Tags :
Forest Bitguard examForest Bitguard exam dategujaratgujarat news
Advertisement
Next Article
Advertisement