For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બચુનગરમાંથી રૂા.3.36 લાખનો વિદેશી દારૂ પકડાયો: આરોપી ફરાર

12:30 PM Sep 09, 2024 IST | Bhumika
બચુનગરમાંથી રૂા 3 36 લાખનો વિદેશી દારૂ પકડાયો  આરોપી ફરાર
Advertisement

જામનગરમાં બચું નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાક મકાનના વાડામાં સંતાડવામાં આવેલો રૂૂપિયા 3.36 લાખની કિંમતના 70 પેટી ઇંગલિશ દારૂૂનો માતબર જથ્થો એલસીબીની ટુકડી એ પકડી પાડ્યો છે. જે દરોડા સમયે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના બચુનગર વિસ્તારમાં રહેતા મોસીન મોહમ્મદભાઈ ભાયા નામના વાઘેર શખ્સ ના રહેણાંક મકાનના વાડામાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, જે બાતમી ના આધારે ગઈકાલે રાતે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.

Advertisement

જે દરોડા દરમિયાન વાડા માંથી 840 પેટી ઇંગલિશ દારૂૂ ની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે 3.36.000 ની કિંમતનો દારૂૂ કબજે કરી લીધો છે, અને આરોપી મોસીન ભાયા સામે દારૂૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે, પરંતુ તે દરોડા સમયે ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધ ખોળ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement