વરતેજ નજીકથી ડુંગળીની આડમાં લવાતો 11.68 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગરના નારી ગામ પાસેથી વરતેજ પોલીસે ડુંગળીની બોરીની આડમાં છુપાવેલા વિદેશી દારૂૂ અને બિયરના જથ્થા ભરેલા ટ્રક સાથે બે શખ્સની ધરપકડ કરી કુલ રૂૂપિયા 11.61 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ વરતેજ પોલીસ સ્ટાફ ને બાતમી મળી હતી કે, ધોલેરા તરફથી ડુંગળીની બોરીઓની આડમાં વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો છુપાવી એક ટોરસ ટ્રક ભાવનગર તરફ આવી રહ્યો છે, જે બાતમીના આધારે વરતેજ પોલીસે વોચમાં રહી નારી ગામ નજીક બાતમી વાળા ટોરસ ટ્રક નંબર લષ 04 એટી 8051 ને અટકાવી ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર રાખેલ ડુંગળીની બોરીઓ નીચે છુપાવેલ વિદેશી દારૂૂની બોટલ નંગ 268 તેમજ બિયરના ટીન નંગ 360 મળી આવ્યા હતા.
વરતેજ પોલીસે ઇંગ્લિશ દારૂૂનો જથ્થો, બિયરના ટીન, મોબાઇલ નં.02, રોકડા રૂૂપિયા 500, ડુંગળીની બોરી નંગ 291 તેમજ ટ્રક મળી કુલ રૂૂપિયા 11,68,560/-ના મુદ્દા માલ સાથે રાજેશ રોશનલાલ ખટીક (રહે. ચિત્રા મસ્તરામબાપા મંદિરની બાજુમાં ) તેમજ દિનેશ મૂળજીભાઈ રાઠોડ (રહે. કુંભારવાડા બાનુબેનની વાડી, શેરી નંબર 2)ની ધરપકડ કરી દારૂૂનો જથ્થો ભરી આપનાર આદિત્ય કૈલાશ દેશમુખ રહે. નાશિક વિરુદ્ધ પણ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.