For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીર નર્મદ યુનિ.માં ફોરેન લેંગ્વેજ કોર્સ શરૂ, ગુજરાત યુનિ. આગામી સત્રથી કરશે અમલ

05:54 PM Feb 08, 2024 IST | Bhumika
વીર નર્મદ યુનિ માં ફોરેન લેંગ્વેજ કોર્સ શરૂ  ગુજરાત યુનિ  આગામી સત્રથી કરશે અમલ

રાજ્યની બે યુનિવર્સિટીઓમાં વિદેશી ભાષાનો કોર્સ શરૂૂ કરવામાં આવશે.મહત્વનું છે કે, તાજેતરમાં સુરતમાં ડાયમંડ બુર્સના કાર્યક્રમમાં ઙખ મોદીએ ફોરેન લેગ્વેજ કોર્સ શરૂૂ કરવા ટકોર કરી હતી. જે અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ,જર્મન, સ્પેનિશ અને રશિયન સહિત અન્ય ફોરેન લેંગ્વેજ કોર્ષનો આજથી પ્રારંભ કરી દેવાયો છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાનો કોર્સ શરૂૂ કરાશે. આ બંને યુનિવર્સિટીમાં 10 જેટલી વિદેશી ભાષા શીખવવામાં આવશે.

Advertisement

દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન સહિત અન્ય ફોરેન લેંગ્વેજ કોર્ષનો પ્રારંભ કરાયો છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા ફોરેન લેગ્વેજ કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી હતી અને આજથી ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશઅને રશિયન ભાષામાં સર્ટિફિકેટ કોર્સ શરૂૂ કર્યા છે. યુનિવર્સિટીમાં અભ્યાસક્રમો સંબંધિત છે. ભાષાઓમાં ડિગ્રી, પ્રમાણપત્રો અને નિપુણતા ધરાવતા અનુભવી શિક્ષકો દ્વારા આ સર્ટિફિકેટ કોર્સનું શિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, રશિયન ભાષાઓમાં સવારે 8-10 અને સાંજે 6-8 સુધીના ક્લાસ ટગજૠઞના અંગ્રેજી વિભાગ ખાતે શરૂૂ કરાયા છે. આ સર્ટિફિકેટ કોર્સ માટે રજીસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે. રસ ધરાવતી વ્યક્તિઓ કોર્સ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

આ તરફ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે. વિગતો મુજબ નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાનો કોર્સ શરૂૂ કરાશે. જેમાં ખાસ કરીને ફોરેન લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા, ડિગ્રી અને પીજીના કોર્સ શરૂ કરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement