વિદેશી પતંગબાજો ખીલ્યા, પતંગ સાથે ગરબાની મોજ માણી
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ સવારે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયુ હતુ. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ સહિત વિવિધ દેશોના તથા ભારતના પંજાબ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના પતંગવીરો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડાયા હતા.
રવિવારે ઠંડી સાથે પવન સારો નીકળતા પતંગબાજોને જલ્સો પડી ગયો હતો. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યો તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આ પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામજેવા દેશના પતંગબાજો તેમજ ભારતના પંજાબ અને રાજસ્થાન રાજ્યના પતંગબાજોએ ભાગ લીધો હતો.
આ સર્વે પતંગવીરોએ ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં અવનવી, પચરંગી, થીમ આધારીત પતંગો ઉડાડી આકાશને રંગબેરંગી બનાવવામાં આવેલ.