રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યમાં ફરી માવઠાની આગાહી

01:42 PM Dec 16, 2023 IST | Sejal barot
Advertisement

ગુજરાતમાં ડિસેમ્બર માસનો મધ્યાંતર આવી જવા છતા હજુ સુધી શિયાળો જામ્યો નથી ત્યાં ફરી એક વખત માવઠાની અમંગળ આગાહી આવી ગઇ છે. ચાલુ વર્ષે શિયાળાની શરૂ આજથી અત્યાર સુધીમાં બે માવઠા વરસી ગયા છે અને હવે ત્રીજા માવઠાની આગાહી આવતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આ સાથે તેમણે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વિગતો મુજબ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આ સાથે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને લઈ રાજ્યમાં કરા, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. આ તરફ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ થશે. આગાહી મુજબ ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તો આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.

Advertisement

Tags :
againforecastinofrainthe state
Advertisement
Next Article
Advertisement