આ જીલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
10:26 AM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
હવામાન વિભાગની આગાહી દ્વારા રાજ્યમાં 4 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.
આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદમાં પણ આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે.
Advertisement
રાજ્યના 207 પૈકી 117 જળાશયો છલોછલ કચ્છ-સૌરાષ્ટ્રના 97 જળાશયો હાઉસફુલ થયા છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નવ, તો ઉત્તર ગુજરાતના બે ડેમ સંપૂર્ણ ભરાયા છે.
Advertisement