દેશમાં પ્રથમવાર અમદાવાદ રથયાત્રામાં AI કેમેરાથી ભીડ પર નજર રખાશે
ભીડની સંખ્યા, શંકાસ્પદ વ્યક્તિ, ભાગદોડની સંભાવના સહિતનું એલર્ટ મળશે, સ્ટાજ્ઞને વિશેષ તાલીમ આપવામાં આવી
આગામી રથયાત્રામાં લાખો લોકોની ભીડ પર નજર રાખવા માટે અમદાવાદ પોલીસ દ્વારા Al ટેકનોલોજીથી સજ્જ વિશેષ સોફ્ટવેરની મદદ લેવામાં આવશે. જેમાં રથયાત્રાના રૂૂટ પર ડ્રોન કેમેરાથી સૂજજ સોફ્ટવેર દ્વારા રૂૂટ ભીડ પર વોચ રાખવા, ખાસ કરીને ભાગદોડ અટકાવી શકાય તે માટે Al ટેકનોલોજીથી માઈક્રો ડીટેઈલ એકઠી કરવામાં આવશે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં નગરચર્યાએ આવતા ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે. ત્યારે સૌથી સઘન પોલીસ બંદોબસ્તના કારણે મોટી ઘટના બનતી નથી. તેમ છતાંય સુરક્ષાના ભાગરૂૂપે પોલીસ તંત્ર દ્વારા CCTV ફુટેજથી માંડીને મોટાપ્રમાણમાં પોલીસ સ્ટાફને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવે છે. જો કે આ રથયાત્રામાં અમદાવાદ ક્રાઈમબ્રાંચ Al ટેકનોલોજીથી સજ્જ સોફ્ટવેરનો ઉપયોગ કરશે.
જેમાં રથયાત્રાના રૂૂટ પર ડ્રોનની મદદથી Al સજૂજૂ કેમેરા દ્વારા સર્વેલન્સ કરીને વિવિધ માહિતી મેળવવામાં આવશે. જેમાં ચોક્કસ જગ્યા પર કેટલા લોકોની ભીડ છે. તે વિગતો ગણતરીના સેક્ધડમાં મળી જશે. રૂૂટ પર કોઈ શંકાસ્પદ રીતે દોડતી વ્યક્તિ પર પણ નજર રાખી શકાશે. જો કે ચોક્કસ જગ્યાના પ્રમાણમાં વધારે ભીડ હશે અને ભાગદોડ થવાની શક્યતા હશે તો એલર્ટ પણ મળી જશે. જેથી પોલીસ એડવાન્સમાં પહોંચીને સ્થિતિને પહોંચી વળશે. આ સોફ્ટવેરના સંચાલન માટે સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ દ સોફ્ટવેરને જૂના CCTV સાથે પણ લીંકઅપ કરી શકાશે. આમ પ્રથમવાર Al ટેકનોલોજીની મદદથી પોલીસ રથયાત્રાના રૂૂટનું સંચાલન કરશે. જે દેશમાં પ્રથમવાર ઉપયોગ થશે.
સાબરમતીમાં જળયાત્રા પહેલાં ફાયર વિભાગની મોકડ્રીલ
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા થાય છે. આ વખતે પણ 148મી રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની સાબરમતી નદીમાં ગંગાપૂજન થાય છે. ત્યારે શહેરના ફાયર વિભાગે જળયાત્રા પહેલા સ્થળ પર મોકડ્રીલ યોજી હતી. ચકાસણીના ભાગરૂૂપે યોજાયેલી મોકડ્રીલમાં નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યૂ સુધીની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સ, ફાયરની ટીમ સહિતની પૂરતી વ્યવસ્થા તૈયાર રખાઈ હતી. જળયાત્રામાં ડૂબવાની કે કોઈ અઘટિત ઘટના બને તો ફાયર વિભાગે તેના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. નદીમાં ડુબવાથી લઈ રેક્સ્યુ અને હોસ્પિટલ સુધીની વ્યવસ્થાની મોકડ્રિલ કરાઈ છે. રથયાત્રા પહેલા શહેરની સાબરમતિ નદીમાં જળયાત્રા થાય છે. નદીમાં મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ સહિતના લોકો ગંગાપૂજન કરે છે. આ જળયાત્રામાં દર વર્ષે ભક્તોનો જમાવડો થાય છે. તેમાં સાધુ સંતો, રાજકીય નેતાઓ અને મંદિરના મહંત સહિતના લોકો જોડાય છે. આ દરમિયાન નદીમાં કોઈ ડૂબવાની કે અન્ય દુર્ઘટના થાય નહીં તે માટે ફાયર વિભાગે તૈયારીઓ શરૂૂ કરી છે.
JCP, PI, PSI સહિત 100 પોલીસ કર્મચારીની બૂલેટ માર્ચ
અમદાવાદમાં નીકળતી ઐતિહાસિક રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી 27મી જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી નગરયાત્રાએ નીકળશે અને શહેરીજનોને દર્શન આપશે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગઈકાલે રાતે અમદાવાદ પોલીસના 100 જવાનો દ્વારા બુલેટ માર્ચ કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ દ્વારા જગન્નાથ મંદિરથી રથયાત્રાના રૂૂટ પર માર્ચ કરવામાં આવ્યું હતું. રાત્રે 10.30 વાગ્યે આ પેટ્રોલિંગ શરૂૂ થયું હતું. જેમાં સેક્ટર 1 JCP, PIઅને PSI સહિત 100 પોલીસકર્મી જોડાયા હતા.