રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં પ્રથમવાર રાજકોટમાં બૂટલેગર સામે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલમ હેઠળ કાર્યવાહી

03:56 PM Aug 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

50થી વધુ ગુનામાં સંડોવાયેલ બજરંગવાડીના કુખ્યાત બૂટલેગર યાકુબ મોટાણી અને તેના પુત્ર સામે નવા કાયદા હેઠળ ક્રાઈમ બ્રાંચ દ્વારા કલમનો ઉમેરો

ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ માટે હવે સરકાર દ્વારા નવા કાયદાની જોગવાઇઓ મુજબ દારુની હેરાફેરી પર અંકુશ મેળવવા બુટલેગરો સામે કાયદાની નવી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલમ હેઠળ કાર્યવાહીની શરૂૂઆત રાજકોટથી કરી છે. રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ દિવસ પહેલાં રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી પકડી પાડેલા બુટલેગરના દારૂૂ - બિયર ના જથ્થા સાથેના ટ્રક સહીતના મુદ્દામાલ સાથે 2 શખ્સને પકડ્યા હતા. આ દારૂૂ નામચીન બુટલેગર યાકુબ મોટાણી અને તેના પુત્રનો હોવાની કબૂલાતના આધારે ક્રાઈમ બ્રાંચ દ્વારા નવા કાયદા મુજબ યાકુબ અને તેના પુત્ર વિરુદ્ધ ઓર્ગેનાઈઝડ ક્રાઇમની કલમનો ઉમેરો કરાયો છે. ગુજ્રત્યમાં બુટલેગર વિરુદ્ધ ઓર્ગેનાઓઝડ ક્રાઇમનો પહેલો કેસ છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે થોડા દિવસ પહેલા અમદાવાદ હાઇવે પર ટ્રકને અટકાવ્યો હતોમ તલાશી લેતા ટ્રકમાંથી પ્લાસ્ટિકના કેરબામાં કેમિકલના નામે સિફત પૂર્વક પેક કરેલો રૂૂ. 3.58 લાખની કિંમતનો કિંમતનો દારૂૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક,દારૂૂ સહિત 10.57 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના લાલચંદ ગગનદાસ અડવાણી અને શોયબ અહેમદ મોટાણીની ધરપકડ કરી હતી.

દારૂૂનો આ જથ્થો રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણીએ સેલવાસ (દાદરાનગર હવેલી) થી રાજકોટ રવાના કર્યાની બન્ને આરોપીએ કબૂલાત આપી હતી. હાલ રાજકોટથી સેલવાસ રહેવા ચાલ્યા ગયેલા યાકુબ મુસા મોટાણી બે દસકાથી દારૂૂની હેરાફેરીમાં ગળાડૂબ છે અને તેની વિરૂૂધ્ધ 50 થી વધુ ગુના નોંધાયેલા છે.

નવા કાયદા મુજબ આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી કરતા અપરાધીઓ વિરૂૂધ્ધ નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 હેઠળ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની આકરી કલમ મુજબ કાર્યવાહી થઇ શકે છે. રાજકોટના બુટલેગર યાકુબ મોટાણી વિરૂૂધ્ધ 50 થી વધુ ગુના છે અને નવા કાયદાની જોગવાઇ હેઠળ તેની સામે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ મુજબ કાર્યવાહી થઇ શકે તેમ હોવાથી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી બસીયા અને પી.આઈ એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ તપાસનીશ અધિકારી પી.એસ.આઈ એન.એન. પરમાર દ્વારા આ મામલે ઉચ્ચ અધિકારીઓ તથા કાયદા નિષ્ણાંતનું માર્ગદર્શન લઇ યાકુબ મોટાણી વિરૂૂધ્ધ નવા કાયદા હેઠળ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલામનો ઉમેરો કરવા કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે આ કાયદામાં આજીવન કેદની સજા, 10 લાખના દંડ સુધીની જોગવાઇ છે.

Tags :
gujaratgujarat newsOrganized Crime sectionrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement