ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલા, ચેતનાબેન તિવારીને જવાબદારી

03:14 PM Apr 29, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો મુદ્દો એક તરફ લટકેલો છે ત્યારે ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરોના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા બાકી રહેલા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી રહી છે. ગાંધીનગર,પોરબંદર અને પંચમહાલ ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે.

Advertisement

પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડો. ચેતનાબેન તિવારી (રૂૂપારેલ)ની નિમણૂંક કરવામાં આવી છે. પૂર્વ પાલિકા પ્રમુખ અને મહિલા ભાજપના સક્રિય અગ્રણીની નિમણૂકથી ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ સાંસદ મોહન કુંડારિયાએ કવર ખોલી ચેતનાબેન તિવારીના નામની જાહેરાત કરી હતી.

ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવી છે. આશિષ દવેની ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.આશિષ દવે GUDAના ચેરમેન રહી ચુક્યા છે. આશિષ દવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા.
પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંક દેસાઇની વરણી કરવામાં આવી છે. ગોધરા ભાજપ કમલમ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રમુખ તરીકે મયંક દેસાઇની જાહેરાત કરાઇ હતી.સંકલનની બેઠકમાં કરસન ગોંડલીયાએ ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહી ભાજપ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી હતી. ગોધરા ખાતે મળેલી ભાજપ સંકલનની બેઠકમાં પંચમહાલના સાંસદ તથા પંચમહાલના પ્રભારી ભરત ડાંગર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Tags :
gujaratgujarat newsPoliticsPorbandar district BJP presidentPorbandar news
Advertisement
Advertisement