For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે 23મીથી મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનો પ્રારંભ

04:27 PM Nov 16, 2024 IST | Bhumika
સદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે 23મીથી મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનો પ્રારંભ
Advertisement

રેસકોર્સમાં મિનિ અયોધ્યાનગરી ઊભી કરાઇ

રોજ એક લાખ લોકો કરશે કથાનું શ્રવણ: અનેરી વ્યવસ્થા

Advertisement

રોજ કથા સ્થળે રક્તદાન સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાશે

પ્રખર રામાયણી પ.પૂ. મોરારીબાપુએ રાજકોટમાં 12 વર્ષ પછી વૃધ્ધો અને વૃક્ષોના શુભાર્થે સદભાવના વૃધ્ધાશ્રમને નિમીત બનાવી, સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે રામકથા આપી છે.

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાતજાત કે ધર્મના ભેદભાવ વિના જરૂૂરીયાતવાળા વૃધ્ધોને, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતાં વૃધ્ધો પાસેથી કોઈપણ પ્રકારનું ડોનેશન, ફી લેવામાં આવતી નથી. આ વૃધ્ધાશ્રમમાં હાલ 650 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. જેમાં 200 જેટલા વડીલો તો ડાઈપર પર છે, પથારીવશ છે. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા રામપર ગામ ખાતે 30 એકર જગ્યામાં, પથારીવશ-નીરાધાર-લાચાર 5000 જેટલા વડીલોનો સમાવેશ થઈ શકે તેવું નવા વૃધ્ધાશ્રમનું નિર્માણ 300 કરોડ રૂૂપીયાનાં ખર્ચે શરૂૂ થઈ રહયું છે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ,પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, બાગ બગીચા સહિતની તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે. જેના લાભાર્થે અને સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા થઈ રહેલી વૃક્ષારોપણની પ્રવૃતિઓ અંગે આ રામકથા થઈ રહી છે.
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે, અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર,400 ટ્રેક્ટર અને 1600 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવવાનો,ઉછેરવાનો સંસ્થાનો ધ્યેય છે. ગુગલ મેપ પરથી જયારે કોઈ સર્ચ કરે ત્યારે ગ્રીન ભારત દેખાવું જોઈએ. લોકોમાં વૃક્ષારોપણને લઈને જાગૃતિ આવે તે માટે પણ આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ - વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો હાજર રહેશે. સમગ્રપણે નન ભૂતો ન ભવિષ્યતિથ પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો પ્રયાસ છે.

12 વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજાઈ રહી હોય તેને વધાવી લેવા માટે રાજકોટ જ નહીં પણ આખું ગુજરાત આતુર છે. આ કથામાં ક્યાંય પણ કચાશ ન રહી જાય અને શ્રોતાઓને નાની અમથી તકલીફ ન પડે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા ચીવટતાપૂર્વક કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે. વૈશ્વિક રામકથામાં શ્રોતાઓ આરામથી બેસીને કથાનું શ્રવણ કરી શકે તે માટે બે લાખ ચોરસફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર થઈ ગયો છે. રોજ 1 લાખ લોકો કથા શ્રવણ કરશે અને 50,000 લોકો ભોજન પ્રસાદ લેશે. મોરારિબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે.

રેસકોર્સ પર મુખ્ય સ્ટેજ પર વ્યાસપીઠ બનાવવામાં આવી છે અને પૂ. મોરારિબાપૂના કટઆઉટ મુકવામાં આવ્યા છે. કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજનપ્રસાદ લઈ શકે તે માટે 90 બાય 180 ચોરસફૂટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ બનાવવામાં આવશે. જયારે ભોજન મંડપ 90 બાય 500 ચોરસફૂટનો બનાવાયો છે. જેના બે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાહન પાર્કિંગને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે 1500 જેટલી કાર તેમજ 15,000 ટુ- વ્હીલરનું પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો માટે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે.
મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે. મોરારિબાપુ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને દરેક નાગરિકમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી રહ્યા છે. બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે. રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે. કથામાં વિદેશથી પણ હજારો રામકથા પ્રેમીઓ આવશે. રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા અને પ્રીતિનાં મૂલ્યોને સમજાવવાનું માધ્યમ છે.

રેસકોર્સ ખાતે વૈશ્વિક રામકથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 3 હજારથી વધુ કાર્યકરો સેવા આપી રહ્યા છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે. સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવચથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. ન્યુઝ ચેનલોમાં સમગ્ર કથાનું જીવંત પ્રસારણ કરાશે. સુંદર વ્યવસ્થા કરવાનું આયોજન શરૂૂ થઇ ગયું છે. આ સાથે અલગ- અલગ સમિતિના સ્વયંસેવકોએ પોતાની જવાબદારી ખુબજ કાળજી પૂર્વક નિભાવી આ પ્રસંગને એક ભવ્યાતિભવ્ય ઉત્સવ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ કાર્યો માટે અલગ અલગ પ્રકારની સમિતિઓ જેવી કે પાર્કિંગ સમિતિ, મેડીકલ સમિતિ, સ્વચ્છતા સમિતિ, સેવા કાર્યોનાં મેનેજમેન્ટ કરવા માટેની સમિતિ, મંડપ ડેકોરેશન સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ તેમજ ઉતારાની ચા નાસ્તા સમિતિ બનાવવામાં આવી છે. વૈશ્વિક રામકથા માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરુ થઇ ચુકી છે.

કથા શ્રવણ કરવા આવનાર લોકો માટે સેલ્ફીઝોન પણ બનાવવામાં આવ્યો છે. પોતાના નામજોગ લોકો વિડીયો સંદેશ અને આમંત્રણ આપી શકશે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ 50 હજાર લોકો ભોજન પ્રસાદ લેશે એ માટે ખાદ્ય પદાર્થોની યોગ્ય ચકાસણી તેમજ સફાઈનું પૂરતું ધ્યાન આપવામાં આવશે.
આ ઉપરાંત ભોજનનો બગાડ ન થાય અને ભોજન ખંડમાં ગંદકી ન સર્જાય તે માટે સતત સફાઈની તકેદારી રાખવામાં આવશે. આશરે 200 જેટલા રસોયા ઓ સેવા આપશે અને 200 જેટલા ભોજન પીરસનારા સ્વયંસેવકો કાર્યરત રહેશે. અલૌકિક કથાનો રસપાન કરતા રામભક્તોની પ્રાથમિક જરૂૂરિયાતો જેવી કે પાથરણા ગાદલા, તકિયા, ખુરશી તેમજ પાણીની વ્યવસ્થા કરી તમામ પ્રકારની યોગ્ય ગોઠવણી કરવામાં આવી રહી છે તેમજ રામભક્તો અલૌકિક કથાનું રસપાન કરી શકે તે માટે અધ્યતન ઓડિયો વીડિયો સિસ્ટમની ગોઠવણી કરવામાં આવશે. આ ઉપરાંત કથા મંડપમાં દૂર બેસેલા લોકો પણ પૂ. મોરારિબાપુના દર્શન કરી શકે અને શ્રોતાઓને કથા શ્રવણનો સંપૂર્ણ લાભ મળી રહે તે માટે કથા મંડપ વચ્ચે વિવિધ ખંડોમાં શક્ય તેટલી એલ.ઈ.ડી. સ્ક્રીન પણ લગાવામાં આવશે. આ વૈશ્વિક રામકથા વૃક્ષો અને વડીલો

નાં લાભાર્થે તેમજ સૌ આબાલ વૃધ્ધો માટે આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ આપવાનું વિશેષ આયોજન છે.
સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક, સંરક્ષક આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ મહાસભાના કન્વિનર, સેક્રેટરી, ધર્માચાર્ય પરમાત્માનંદ સરસ્વતીજી જણાવે છે કે, રાજકોટની વૈશ્વિક રામકથા ભક્તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમ છે. સર્વધર્મ સમભાવ માટે આ શ્રેષ્ઠ મોકો છે.

વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વૃક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા માનસ સદભાવનાનું આયોજન કરાયું છે. 23 નવેમ્બરથી શરૂૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક સ્તરનાં કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.

રાજ્યપાલ-મુખ્યમંત્રી બનશે કથાશ્રાવક

વૈશ્વિક રામકથામાં સંતો, મહંતો સહિત વિવિધ મહાનુભાવો હાજરી આપશે. જેમાં 23 નવેમ્બરે ભાગવત કથાકાર ભુપેન્દ્રભાઈ પંડ્યા, પ.પુ. કૃષ્ણમણી મહારાજ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, 26 નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ. પૂ. અવધેશાનંદજી મહારાજ, 26 થી 30 નવેમ્બર દરમિયાન પ. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પતંજલિ યોગ વિદ્યાપીઠનાં પ. પૂ. સ્વામી રામદેવજી, 29 નવેમ્બરે વેદાંતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક પ. પૂ. ચિન્મયાનંદ સ્વામીજી, પ. પૂ. ગીતામનીષી સ્વામી જ્ઞાનાનંદજી, પ. પૂ. પદ્મશ્રી શ્રી દત્ત પદ્મનાભ પીઠ ગોવાના વર્તમાન પીઠાધીશ્વર પ. પૂ. સદગુરુ બ્રહ્મેશાનંદાચાર્યજી, એસ.જી.વી.પી ગુરુકુળ, અમદાવાદનાં પ. પૂ. માધવ પ્રિયદાસજી, બાઘેશ્વર ધામના પ. પૂ. ધીરેન્દ્ર શાસ્ત્રીજી, શ્રી એલ. વી સુબ્રમણ્યમ પૂર્વ ચીફ સેક્રેટરી (આંધ્રપ્રદેશ સરકાર) સહિતનાઓ હાજરી આપશે.

સત્ય,પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર પૂ.મોરારી બાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠીકા લઈ રાજકોટમાં પધારી રહ્યા છે. રામકથાના આયોજિત પ્રેમયજ્ઞમાં પૂ.મોરારી બાપુના શ્રીમુખે રામકથાના શ્રવણનો લાભ બહોળી સંખ્યામાં લેવા સૌને જાહેર આમંત્રણ અપાયું છે.

કથાસ્થળે પહોંચવા ખાસ કરાયેલી બસ વ્યવસ્થા

સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી રાજકોટ વૈશ્વિક રામકથામાં ભાગ લેવા આવનાર શ્રાવકો માટે વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી બધા લોકો લાભ લઇ શકે. બસ વ્યવસ્થા 23 નવેમ્બરે બપોરે 2-30 વાગ્યે અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 8-30 વાગ્યાથી રાખવામાં આવી છે.

4બસ નંબર 1 : મવડી ઝખરાપીરના મંદિરથી શરુ કરી, મવડીગામ, બાપા સીતારામ ચોક, બાલાજી હોલ, બીગબજાર, કે.કે.વી હોલ, સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.

4બસ નંબર 2 : પી.ડી.માલવીયાથી ગોકુલધામ, સ્વામી નારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ત્રિશુલચોક (લક્ષ્મીનગર),વિરાણી ચોક, એસ્ટ્રોન ચોક થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
4બસ નંબર 3 : કોઠારીયાથી શરુ કરી કોઠારિયા ગામ, રણુજા મંદિર, કોઠારીયા ચોકડી, નંદા હોલ, નીલકંઠ ટોકીઝ, સોરઠીયા વાડી ચોક, ભકિતનગર સર્કલ, સત્યવિજય આઈસ્ક્રીમ, મહારાણી લક્ષ્મીબાઈ સ્કુલ થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.

4 બસ નંબર 4 : જીવરાજ પાર્કથી શરુ કરી શાસ્ત્રી નગર, નાનામોવા સર્કલ, રાજનગર ચોક, લક્ષમીનગર ચોક થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.

4બસ નંબર 5 : માધાપર ચોકડીથી શરુ કરી માધાપર ચોકડી, અયોધ્યા ચોક, શીતલ પાર્ક, રામાપીર ચોક,નાણાવટી ચોક, રૈયા ચોકડી થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.

4બસ નંબર 6 : ઉપલા કાઠા વિસ્તારથી શરુ કરી રામદેવપીર મંદિર, ભગીરથ સોસાયટી (સંતકબીર રોડ),ત્રિવેણી મેઈટ (સંતકબીર રોડ), જલગંગા ચોક(સંતકબીર રોડ), ગોવિંદબાગ શાક માર્કેટ, બાલક હનુમાન સર્કલ(પેડક રોડ), રણછોડબાપુ આશ્રમ(કુવાડવા રોડ), પારેવડી ચોક (બેડીપરા) થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.

4બસ નંબર 7 : રેલનગર પેટ્રોલ પંપ પાસે ત્યારબાદ આસ્થા ચોક (રેલનગર), આંબલીયા હનુમાન (જકંશન), પેટ્રોલ પંપ (પુલના ખુણા પાસે) થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.

રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન પણ થશે, હજારો લોકો વ્યસન મુક્ત બનશે
ચક્ષુદાન, દેહદાન, અંગદાન, શાકાહાર, ગૌસેવા-જીવદયાનાં હજારો સંકલ્પ પત્રો લોકો ભરશે. સદભાવના વૃધ્ધાશ્રમ,થપીપળીયા ભવનથ, સ્વામીનારાયણ ગુરૂૂકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે, ડીમાર્ટ વાળી શેરી, રાજકોટ-360004. સદભાવના વૃદ્ધાશ્રમ નાં લાભાર્થે તા.23 નવેમ્બર2024 સાંજે 4 થી 6:30 સુધી અને 24 નવેમ્બરથી તા. 01 ડીસેમ્બર-2024 સુધી સવારે 9 થી 1:30 વાગ્યા સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે.


Advertisement
Tags :
Advertisement
Advertisement