ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોકમેળામાં ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ માટે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઓન વ્હીલ શરૂ રહેશે

05:10 PM Jul 29, 2025 IST | Bhumika
Advertisement

નકકી કરેલા ભાવ કરતા રાઇડ્સ સંચાલકો વધુ ટિકિટ લેશે તો કાર્યવાહી કરાશે

Advertisement

આગામી જન્માષ્ટમી લોકમેળો રાજકોટમા તા.14/08/2025 થી 18/08/2025ના સમય દરમ્યાન આયોજીત કરવામા આવેલ છે. સામાન્ય રીતે લોકમેળાઓ ગ્રાહકો પાસેથી વસ્તુઓના ઉચ્ચા ભાવો લઈ લુંટ મેળા બનતા હોય છે. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ’ગ્રાહક બચાવ સ્ટોલ" નું આયોજન કરવામા આવેલ છે. સવારના 10:00 થી રાત્રીના 12:00 કલાક સુધી મેળાના મુલાકાતીઓને દરેક પ્રકારની મદદ અને સહાય આપવાના હેતુથી નિષ્ણાંત યુવાનોની ટીમ સ્ટોલમા ઉપસ્થીત રહી વિના મુલ્યે સેવાનો યજ્ઞ કરનાર છે.

લોકમેળામા વસ્તુઓના ઉચ્ચા ભાવો લેતા વેપારીઓ સામે તુરંત ફરીયાદ થશે. ખાધ્ય પદાર્થો પીરસતા સ્ટોલોમા ખોરાકની ગુણવત્તાના ટેસ્ટ સ્થળ ઉપરજ વેપારી અને ગ્રાહકની રૂૂબરૂૂ કરવામા આવશે. મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે "નવદુર્ગા મહિલા સેલ"ની આશરે 150 મહિલાઓ મેળામા ચોકી-પહેરો કરશે. મેળાના મુલાકાતીઓને સેમીનારના આયોજન દ્વારા નાણાં રોકાણ સંબધે દરરોજ એક સેમીનાર દ્વારા વિના મુલ્યે વિષય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામા આવશે.

ખાસ કરી રાઈડઝ (ફજર-ફાડકા) મા નકકી કરેલ ભાવ વ્યકિત દિઠ રૂૂા.50 ના ભાવથી વધુ કિંમતથી ટીકીટ વહેંચવામા આવશે તો રાઈડઝને સ્થળ ઉપરજ તંત્ર દ્વારા બંધ કરાવવાની કાર્યવાહી હાથ ઘરવામા આવશે. "ગ્રાહક બચાવ સ્ટોલ" ની દરેક કામગીરી સરકારની વહીવટી તંત્રની જવાબદારીઓમા સાથ અને સહયોગ આપવાની રહેશે. "ગ્રાહક બચાવ સ્ટોલ" ની માનવ સેવાની કામગીરીમા જોડાવા માંગતા યુવાનો, યુવતીઓ, સીનીયર સીટીઝન, વિદ્યાર્થીઓ અને સામાજીમ સંસ્થાઓને જોડાવા અપીલ કરવામા આવે છે. ફરીયાદ માટે મોબાઈલ નં.94262 01611, 70161 31872, 98242 82162 નો સંપર્ક કરવા જણાવ્યુ છે.

Tags :
Food testing laboratorygujaratgujarat newspublic fairrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement