તહેવારોમાં ફૂડ વિભાગ જાગ્યું : માવા-મીઠાઈના 10 નમૂના લેવાયા
ફૂડ સેફ્ટી અઠવાડિયાની ઉજવણી અંતર્ગત 18 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 4 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 7ને લાઈસન્સ અંગે નોટિસ
દશેરા અને દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ફૂડ વિભાગે મિઠાઈના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કામગીરી શરૂ કરી છે. ફક્ત દશેરાના એક જ દિવસે લાખો કિલો મીઠાઈનું વેચાણ થતું હોય આ મીઠાઈ એક મહિના પહેલા બનવા લાગતી હોય છે. જેના લીધો મીઠાઈ વાસી થઈ જવાની શક્યતાઓ રહેતી હોય છે. ફૂડ વિભાગે આજે અલગ અલગ 10 સ્થળેથી માવો, બરફી, મોદક લાડુ સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં. તેમજ ખાણી પીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી ચાર કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી સાત ધંધાર્થીને લાયસન્સ અંગે નોટીસ ફટકારી હતી.
ફૂડ વિભાગ દ્વારા ચકાસણી દરમિયાન (01)કિશન પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)સદગુરુ સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)પટેલ ડેરી પ્રોડક્ટસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ગોરધનભાઈ ગોવિંદભાઇ ચેવડાવાળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ઘનશ્યામ પેંડાવાળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)વાડીલાલ આઉટલેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (08)શિવાજી જનરલ સ્ટોર (09)શ્રી રામેશ્વર બેકરી (10)આર. બી. ફાસ્ટ ફૂડ (11)જય ભવાની શીંગ (12)ગોકુલ ડેરી ફાર્મ (13)પટેલ ગૃહ વસ્તુ ભંડાર (14)યોગેશ્વર ડેરી ફાર્મ (15)શ્રી અશોક વિજય ડેરી ફાર્મ (16) સિલ્વર બેકરી કેક શોપ (17) મુરલીધર ફરસાણ (18)ડાયમંડ શીંગની ચકાસણી કરવામાં આવેલ.
ફૂડ વિભાગ દ્વારા 10 સ્થળેથી નમુના લેવામાં આવ્યા હતાં. જેમાં અંજીર રોલ (દૂધની મીઠાઇ-લુઝ): સ્થળ- જય ધારેશ્વર ડેરી ફાર્મ, ખોડિયાર સો. મેઇન રોડ, પી-પટેલ પાન સામે, કોઠારીયા રોડ, મીઠો માવો (લુઝ): સ્થળ- શ્રધ્ધા ગુલાબ જાંબુ, સાઈ કૃપા,શિવ હોટેલ પાસે, મહાદેવ વાડી મેઇન રોડ, બરફના કારખાના પાસે, મોળો માવો (લુઝ): સ્થળ-શ્રધ્ધા ગુલાબ જાંબુ, સાઈ કૃપા,શિવ હોટેલ પાસે, મહાદેવ વાડી મેઇન રોડ, બરફના કારખાના પાસે, મીઠો માવો (લુઝ): સ્થળ- જય સિતારામ ડેરી ફાર્મ, મહાદેવ વાડી મેઇન રોડ, અમૂત ગીયરની સામે, ખજૂર બરફી (લુઝ): સ્થળ- જય સિતારામ ડેરી ફાર્મ, મહાદેવ વાડી મેઇન રોડ, અમૂત ગીયરની સામે, મીઠો માવો (લુઝ): સ્થળ- શ્રી પટેલ સ્વીટ્સ, દર્શન મવડી પ્લોટ-4, ગુજરાત વાયર પાસે, માવો (લુઝ): સ્થળ- શ્રી પટેલ સ્વીટ્સ, દર્શન મવડી પ્લોટ-4, ગુજરાત વાયર પાસે માસ્ટર સોસાયટી સહિત 10 સ્થળેથી નમુના લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા.
ગોરધનભાઈ ચેવડાવાળાને ત્યાં લોલંલોલ
ફૂડ વિભાગ દ્વારા આજે ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અને સાત ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવેલ પરંતુ શહેરના પ્રખ્યાત મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા અને ગોરધનભાઈ ગોવિંદભાઈ ચેવડાવાળાની શોપ વર્ષોથી ફૂડ લાયસન્સ અંગે ધમધમતી હોવાનું ખૂલવા પામ્યું છે. આથી બન્ને ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી આ બાબતે ફૂડ વિભાગે કેમ કોઈ જાતની ચકાસણી ન કરી તેવી ચર્ચા પણ જાગી છે.