For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દશેરા પહેલાં મીઠાઇના નમૂના લેતું ફૂડ વિભાગ

05:12 PM Oct 11, 2024 IST | Bhumika
દશેરા પહેલાં મીઠાઇના નમૂના લેતું ફૂડ વિભાગ
Advertisement

ખાણી-પીણીના પણ 47 ધંધાર્થીઓને ત્યાં નમૂનાની સ્થળ પર ચકાસણી

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા દશેરાના તહેવાર પૂર્વે શહેરની મિઠાઇ અને ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી અલગ-અલગ ડેરી ફાર્મમાંથી બરફી, ડ્રાયફૂટ મઠ્ઠો, મલાઇક કેક બરફી, રસબિહારી બરફી સહિતની 20 જેટલી મિઠાઇના નમુના લઇ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
જ્યારે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી, 150 રિંગ રોડ ખાતે આવેલ "બચીસ કેન્ડી’ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેન્યૂફેક્ચરિંગ ડેટ તથા યુઝ બાય ડેટ દર્શાવ્યા વગરની પડતર રહેલ માવા ફલેવરની કેન્ડી 50 નંગ (05 કિ.ગ્રા.)નો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ લેબલીંગ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

Advertisement

આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પેડક રોડ તથા કટારીયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 25 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 02 ધંધાર્થિઓ ગિરિરાજ દાળ પકવાન અને પ્રિન્સ બદામ શેક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. જ્યારે ઇઝી બેકરી, લાપીનોઝ પીઝા, વિજય સ્વીટ માર્ટ, પિંડાઝી, ભેરુનાથ આઇસ્ક્રીમ, મયુર ભજીયા, લક્ઝરી કોલ્ડ્રિંક્સ, સત્યમ દાળ પકવાન, જય જલારામ ડેરી, ન્યુ ભારત સ્વીટ માર્ટ, શ્રીનાથજી ફરસાણ, વરિયા ફરસાણ, અક્ષર ગાંઠિયા ફરસાણ, મધુર બેકરી, ચિલ્ડ હાઉસ, ભેરુનાથ નમકીન, બિગ બાઇટ, રિયલ સેન્ડવિચ, ગિરિરાજ ફૂડ કોર્ટ, જલારામ ફૂડ કોર્ટ, મટુકી રેસ્ટોરેન્ટ, ધ ગ્રેટ પંજાબી ઢાબા અનેબાર્બેક્યૂ કલ્ચરમાં ખાદ્યચીજોના 47 નમુનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement