સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના આશ્રમમાં 30 બાળકોને ફૂડ પોઈઝનિંગ
સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે શિવકુમારી આશ્રમમાં 30 બાળકોને બોજન બાદ અસર થતાં ઉલટીઓ શરૂ થતાં તાકિદે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં ગ્રામજનો, આગેવાનો અને આરોગ્યની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અસર થયેલ તમામ બાળકોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.
સાવરકુંડલા નજીક આવેલા મોટા ઝીંઝુડા ગામે આવેલ શિવ કુમારી આશ્રમ ચાલે છે જ્યાં વિનામૂલ્યે બાળકોને મફત શિક્ષણ અને રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે ભોજનમાં કારેલાનું શાક ખાધા બાદ 30 જેટલા બાળકોને ઉલટી ની અસર થતા 20 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને મોટા ઝીંઝુડા પીએચસી સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યાં પીએચસી સેન્ટરના ડોક્ટર મયુર પારગી અને સ્ટાફ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે અને દસેક જેટલા બાળકો કે જેને સાધારણ અસર થતા આશ્રમ ખાતે જ રાખવામાં આવેલ અને શિવકુમારી આશ્રમ ખાતે જીંજુડા ની એક ટીમ આશ્રમ ખાતે આવી અને સારવાર ચાલુ કરેલ છે.
ઘટનાની જાણ થતા સાવરકુંડલા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આશ્રમે થી શાકના નમૂના લીધા હતા. આશ્રમના સંચાલિકાના જણાવ્યા મુજબ 110 બાળકોમાંથી માત્ર 30 બાળકોને જ આ અસર થવા પામી છે હાલ ડોક્ટરના જણા ગામ મુજબ તમામ બાળકોની સ્થિતિ કંટ્રોલમાં છે તેમજ ત્રણ બાળકોને સાવરકુંડલા વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.