ફૂડ વિભાગનો ફોગટનો ફેરો : 24 દુકાનમાં કંઈ ન મળ્યું
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે પણ 24 દૂકાનોમાં ચકાસણી હાથ ધરી હતી. છતાં અખાદ્ય પદાર્થ હાથ લાગ્યો ન હતો.આથી 10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપી 3 સ્થળેથી કપાસિયા તેલ, ચેવડો અને પિસ્તાના સેમ્પલ લઈ લેબમાં પૃથકરણ અર્થે મોકલી આપ્યા હતાં. તેમજ અમુક ધંધાર્થીઓને હાઈજેનીક બાબતે કડક સુચના આપી કામગીરી આટોપી લેવાઈ હતી.
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જીવરાજ પાર્ક તથા ચુનારાવાડ સર્કલ થી અમુલ સર્કલ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 24 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા (01)હરિકૃષ્ણ ફાર્મસી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ટી હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)રજની પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)અતુલ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શ્રીહરી નેચરલ કોઠી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)પટેલ ગોગળી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)પટેલ સુરતી પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)જે. કે. એન્ટરપ્રાઇઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)રાજ શીંગ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)મહાકાળી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (11)ઘનશ્યામ ડેરી ફાર્મ (12)સ્નો બોલ આઇસ્ક્રીમ (13)પટેલ વિલેજ આઇસ્ક્રીમ (14)પટેલ સોડા આઇસ્ક્રીમ (15)મયુર ભજીયા (16)સોમનાથ પાઉંભાજી (17)પટેલ ફરસાણ (18)શ્રીનાથજી ટ્રેડિંગ (19)મારુતિ આઇસ્ક્રીમ (20)તુલસી લાઈવ બેકરી (21)જય યોગેશ્વર ડેરી ફાર્મ (22)પટેલ પાન (23)ગમારા પાન (24)શ્રી શક્તિ ટી સ્ટોલની ચકાસણી કરવામાં આવેલ હતી.
ત્રણ સ્થળેથી નમૂના લેવાયા
(1) આસોપાલવ પ્રીમિયમ કવોલિટી રિફાઈન્ડ કોટન સીડ ઓઇલ (પેક્ડ બોટલ): સ્થળ- ધરતી ટ્રેડસ, શોપ નં.ઇં-32, જૂનું માર્કેટિંગ યાર્ડ, આરટીઓ પાસે, (2) હેઝલ બ્રાન્ડનો જવારનો ચેવડો 200 ગ્રામ પેકીંગ - હેઝલ એન્ટરપ્રાઇઝ, સિલ્વર કલાસિક, ગંગા હોલની સામે, અમીન માર્ગ, (3) ડ્રાઈફૂટ પિસ્તા સોલ્ટેડ 250 ગ્રામ પેકીંગ : સ્થળ- હેઝલ એન્ટરપ્રાઇઝ, સિલ્વર કલાસિક, ગંગા હોલની સામે, અમીન માર્ગ સહિત ત્રણ સ્થળેથી નમુના લેવામાં આવ્યા હતાં.