ફૂડ વિભાગની ઇંડા ડ્રાઇવ, 8 સબ્જીના નમૂના લેવાયા
ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગે નોટિસ
ફૂડ વિભાગ દ્વારા શિયાળામાં વધુ ખવાતી ઇંડાની આઇટ્મોની ગુણવતા ચકાસવા ડ્રાઇવ યોજી હતી અને આઠ સ્થળેથી ઇંડા સબ્જી તેમજ ખજૂર ડાળીયા સહિતના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા. ખાણીપીણીના 21 ધંધાથીઓને ત્યા ચેકિંગ હાથ ધરતા 6 ધંધાર્થીઓ પાસે ફૂડ લાયસન્સ ન હોવાથી તેમને નોટિસ આપી 21 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના 80-ફૂટ રોડ વાવડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ-21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્યચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ફૂડ વિભાગ દ્વારા નમૂનાની કામગીરી દરમિયાન નેહરુ નગરમાંથી ઇંડા કરી સબ્જી તેમજ માધાપરમાંથી અલગ અલગ પાનમસાલા તથા સોના સીંગમાંથી દાડીયા અને ખજુર સહિતના નમૂના લઇ પૃથ્થકરણ અર્થે મોકલી આપ્યા હતા. તેમજ (01)યોગી જનરલ સ્ટોર - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્રીહરી સૂપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ગણેશ સુપર માર્કેટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)બેટર બન્સ બેકરી-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)ખોડીયાર ડેરી ફાર્મ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શ્રીરામ પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (07)કોલ્ડ હાઉસ (08) બ્રહ્માણી જનરલ સ્ટોર (09)આઈ બોલ્સ આઈસ્ક્રીમ (10) રૂૂપલ ફરસાણ (11)દ્વારકેશ ડેરી ફાર્મ (12)મહાવીર કોલ્ડ્રીંક્સ (13)ભાગ્ય લક્ષ્મી ફરસાણ (14)બેક એન્ડ કેક (15) ગીરીરાજ ગૃહ ઉદ્યોગ (16)શિવ શક્તિ સુપર સ્ટોર (17)શુભ લક્ષ્મી કિરાણા સ્ટોર (18)મોવિયા આઈસ્ક્રીમ (19)પટેલ પ્રોવિઝન સ્ટોર (20)શ્રી હરિકૃષ્ણ પ્રોવિઝન સ્ટોર (21) શિવ મેડીકેરની ચકાસણી કરવામાં આવેલ.