રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોપાલ ડેરીમાંથી ફરી વખત દૂધનું સેમ્પલ લેતું ફૂડ વિભાગ

04:32 PM Jul 19, 2024 IST | admin
Advertisement

ફૂડ વિભાગે 23 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી ચટણી અને સબ્જીના નમૂના લીધા

Advertisement

મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ રાજકોટ ડેરીમાં ચેકીંગ કરી ફરી વખત દૂધનું સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યું હતું. તેમજ અન્ય 23 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી 30 નમુનાની સ્થળ ઉપર તપાસ કર્યા બાદ 3 એકમોને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી અન્ય બે સ્થળેથી મીઠી ચટણી અને પનીરટીકા મસાલા સબ્દીના સેમ્પલ લીધા હતાં.

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન શહેરના વિરાણી ગ્રાઉન્ડ, હોકર્સ ઝોન- ટાગોર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 03 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 30 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (01)સીઝલીંગ ધ લાઈવ કીચન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)મોવિયા આઇસક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શ્રી રામ વડાપાઉં - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (04)પટેલ વડાપાઉં (05)મુંબઈ સ્નેક્સ (06)લોફ એંડ લેટ (07)ટાકો બાઇટ ઈટ (08)અગડબમ (9)ધ સાઉથ એક્સપ્રેસ (10)વ્હી રાજા પાઉંભાજી (11)ફ્રેન્કી ફીલ (12)પાસ્તા મેગી (13)જ્યુસી બાર (14)શેક ફળા; જેક (15)જીબી સોરમા (16)ધ સેન્ડવિચ અડ્ડા (17)ક્રેવયાર્ડ મોમોસ (18)રેડ બ્રિક પિઝા (19)વેહરા પાણિપુરી (20)પાઉંભાજી વાલા (21)સંતોષ ભેળ (22)ફ્રેન્કી કિંગ (23)સ્વિચ ફ્રાઇસની ચકાસણી કરવામાં આવેલ હતી. મનપા દ્વારા સેમ્પલ લેવાની કામગીરી દરમિયાન (1) પનીર ટીકા મસાલા (પ્રિપેર્ડ સબ્જી- લૂઝ): સ્થળ- ગિરિરાજ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ ઝોન, ખોડિયાર પાર્ક -2, ગિરિરાજ પાર્ટી પ્લોટ પાસે, જૂનો મોરબી રોડ, રાજકોટ. (2) મીઠી ચટણી (લુઝ): સ્થળ- મોર્ડન ફૂડઝ (બાલાજી ઘૂઘરા), પાયલ નિલદીપ બિલ્ડીંગ, પૂજારા ટેલિકોમ સામે, ગ્રા. ફ્લોર, સરદારનગર મેઇન રોડ, રાજકોટ. (3) ભેંસનું દૂધ 500 મીલી પેક સ્થળ- રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ, રાજકોટ ડેરી, દૂધ સાગર માર્ગ, ન્યુ પાવર હાઉસ પાસેથી સેમ્પલ લઈ પૃથકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.ં

Tags :
gopalderigopalmilkgujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement