રક્ષાબંધન પૂર્વે મીઠાઇના ધંધાર્થીઓ ઉપર ફૂડશાખાનું ત્રાટક
39 વેપારીઓને ત્યાં ચેકિંગ, 15 સ્થળેથી પેંડા, થાબડી, કાજુકતરી, ચોકલેટના નમૂના લેવાયા, લાયસન્સ વગર ધંધો કરતા નવને નોટિસ ફટકારી
રક્ષાબંધન પવર અંતર્ગત શહેરની વિવિધ માર્કેટમાં આવેલી મીઠાઇની દુકાનો પર મીઠાઇ ખરીદવા માટે ભીડ ઉમટી રહી છે ત્યારે લોકોને વાસી અને ભેળસેળવાળી મીઠાઇ ધંધાર્થીઓ ધાબડી ન દે તે માટે રાજકોટ મનપાની ફુડ શાખા દ્વારા 39 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 15 સ્થળેથી પેંડા, થાબડી, કાજુ કતરી, ચોકલેટના નમુના લેવામાં આવ્યા હતા અને લાયસન્સ વગર ધંધો કરતા નવ વેપારીને નોટીસ ફટકારવામાં આવી હતી.
ફુડ શાખા દ્વારા ગાયત્રી ડેરી ફાર્મ (રામનાથપરા, ગરબી ચોક), રાધેશ્યામ ડેરી ફાર્મ (રામનાથપરા, ગરબી ચોક), ખોડિયાર ડેરી ફાર્મ (એલપી પાર્ક રોડ, કુવાડવા રોડ), મહાલક્ષ્મી ડેરી ફાર્મ (નાગબાઈ પાન સામે, કુવાડવા રોડ), શક્તિરાજ સ્વીટ નમકીન (લક્ષ્મીવાડી મેઇન રોડ)- લાઇસન્સ તથા મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ (06)તુલશી ડેરી ફાર્મ (નારાયણનગર મેઇન રોડ, ત્રિશૂલ ચોક પાસે), ગોકુળ ડેરી ફાર્મ (પંચશીલ મેઇન રોડ), મહેશ વિજય ડેરી ફાર્મ (અમીન માર્ગ, નવકાર એપાર્ટમેન્ટ સામે), ન્યુ પટેલ ડેરી ફાર્મ (કે.કે.વી.ચોક પાસે, કાલાવડ રોડ, સેંટમેરી સામે,)- મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ આપવામાં આવેલ.
શ્રી સીતારામ પટેલ વિજય આઇસ્ક્રીમ ડેરી ફાર્મ (બોલબાલા માર્ગ) (11)ક્રિષ્ના જાંબુ (બોલબાલા માર્ગ) (12)અશોક ડેરી ફાર્મ (સહકાર મેઇન રોડ) (13)બલરામ ડેરી ફાર્મ (ત્રિશૂલ ચોક પાસે, ગાયત્રી મેઇન રોડ) (14)શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ (ગાયત્રી મેઇન રોડ) (15)ખોડિયાર ડેરી ફાર્મ (રણછોડનગર -4, પેડક રોડ) (16)માટેલ સ્વીટ્સ (નાના માવા રોડ, મારવાડી બિલ્ડીંગ સામે) (17)જય માટેલ સ્વીટ્સ નમકીન (બોમ્બે સિલ્વર હાઇટ્સ, 80 ફૂટ રોડ, કુવાડવા રોડ) (18)ગોવિદમ ડેરી ફાર્મ સ્વીટ્સ નમકીન (હરિદર્શન હાઇટ્સ, ઉ-માર્ટ પાછળ, કુવાડવા રોડ) (19)જાગનાથ ડેરી ફાર્મ (ઉ-માર્ટ પાછળ, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ) (20)ન્યુ પટેલ ડેરી ફાર્મ (છખઈ આવાસ પાસે, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ) (21)શિવ શક્તિ ડેરી ફાર્મ (ઢેબર રોડ, બસ પોર્ટ) (22)ભારત વિજય ડેરી ફાર્મ (લક્ષ્મીવાડી મેઇન રોડ) (23)ધર્મપ્રિય ડેરી ફાર્મ (લક્ષ્મીવાડી મેઇન રોડ) (24)વૃંદાવન ડેરી ફાર્મ (કાન્તા વિકાસ ગૃહ મેઇન રોડ) (25)વિકાસ ડેરી ફાર્મ (80 ફૂટ રોડ) (26)ધારેશ્વર ડેરી ફાર્મ (ભક્તિનગર મેઇન રોડ, 80 ફૂટ રોડ) (27)યોગેશ્વર ડેરી ફાર્મ (80 ફૂટ રોડ, સોરઠિયાવાડી ચોક) (28)અશોક વિજય ડેરી ફાર્મ (કોઠારીયા રોડ) (29)શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ (ગાયત્રી મેઇન રોડ) (30)નવરંગ ડેરી ફાર્મ (મેહુલનગર, કોઠારીયા રોડ) (31)જાગનાથ ડેરી ફાર્મ (ડી-માર્ટ પાછળ, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ) (32)શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ (ડી-માર્ટ પાછળ, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ) (33)શ્યામ ડેરી ફાર્મ (પંચવટી સોસાયટી મેઇન રોડ) (34)શ્રી રામકૃપા ડેરી ફાર્મ (કાલાવડ રોડ, નુતનનગર કો. સોસાયટી) (35)ધારેશ્વર ડેરી ફાર્મ (કોટેચા ચોક, નિર્મલા રોડ કોર્નર) (36)ચોકલેટ કોર્નર (કોટેચા ચોક, નિર્મલા રોડ કોર્નર) (37)ભગત જય સિયારામ પેંડાવાલા (કે.કે.વી.ચોક પાસે, કાલાવડ રોડ, સેંટમેરી સામે) (38)સત્યમ ડેરી ફાર્મ (દેવપરા પાસે, કોઠારીયા રોડ) (39)ઘનશ્યામ પેંડાવાલા (દેવપરા પાસે, કોઠારીયા રોડ)ની ચકાસણી કરવામાં આવેલ.
ફૂડ વિભાગ દ્વારા ફુડ ગાયત્રી ડેરી ફાર્મ, રાધેશ્યામ ડેરી ફાર્મ, ખોડિયાર ડેરી ફાર્મ, જાગનાથ ડેરી ફાર્મ, શક્તિરાજ સ્વીટ એન્ડ નમકીન, ધર્મપ્રિય ડેરી ફાર્મ, વૃંદાવન ડેરી ફાર્મ, વિકાસ ડેરી ફાર્મ, ધારેશ્વર ડેરી ફાર્મ, શિવશક્તિ ડેરી ફાર્મ, ઘનશ્યામ પેંડાવાલા, રામકૃપા ડેરી ફાર્મ, મહેશ વિજય ડેરી ફાર્મ અને જય માટેલ સ્વીટ્સ નમકીન, બોમ્બે સિલ્વર હાઇટ્સ, 80 ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ ખાતેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.