ફૂડ વિભાગનું ગોલા-આઈસ્ક્રીમ ચેકિંગ, 6 નમૂના લેવાયા
ખાણી પીણીના 17 ધંધાર્થીઓની ચકાસણી, એકને લાયસન્સ અંગે નોટિસ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ ખાણી-પીણીના 17 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી એક વેપારીને લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી. તેમજ ગોલા તથા આઈસ્ક્રીમ અને ખાદ્યતેલના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરી આઈસ્ક્રીમ, સીરપ અને અલગ અલગ ખાદ્યતેલના નમુના લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના હેમુગઢવી હોલ પાછળ -હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 17 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 01 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્ય ચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ તેમજ (01)મહાદેવ પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (02)જે જે ઘૂઘરા (03)મહાદેવ દાળ-પકવાન (04)બોમ્બે પાઉંભાજી (05)બાલાજી દાળપકવાન (06)કદમ્બ દાબેલી (07)શ્રીજી બ્રેડ સેન્ટર (08)આશાપુરા દાળપકવાન (09)રાજ દાળપકવાન (10)જે જે બ્રેડપકોડા (11)રાજ મેગી સેન્ટર (12)જય જુલેલાલ સમોસા (13)કરીમ’સ એગ સેન્ટર (14)મારુતિ અલ્પાહાર (15)ગિરિરાજ ઘૂઘરા (16)એચ.કે. ઈડલી સંભાર (17)રાજ સ્નેકસની ચકાસણી કરવામાં આવેલ હતી.
લેવાયેલ નમૂનાની વિગત
ફૂડ વિભાગ દ્વારા આજે ભક્તિનગર સર્કલ પાસે સોનારૂપા પાર્લરમાંથી વેનીલા આઈસ્ક્રીમ લુઝ તથા ઓરિયો કુકીઝ આઈસ્ક્રીમના સેમ્પલ તેમજ જામનગર રોડ ઉપર સાંજ ગોલા એન્ડ રસ સેન્ટરમાંથી કાચીકેરી ફ્લેવરનું સીરપ તેમજ ફ્લોરા આઈકોન શોપ અંબિકા ટાઉનશીપ ખાતેથી 500 ગ્રામ પેકીંગમાં ગોળ તેમજ પિનટ ઓઈલ અને મગફળી તેલ સહિતના નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.