મસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું ચેકીંગ, 10 સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે મસાલા માર્કેટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી ધાણી, જીરૂ, વરિયાળી, મરચા પાઉડર સહિતના 10 નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતા તેમજ ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી સાત ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટીસ ફટકારી 20 નમુનાની સ્થળ ઉપર ચકાસણી કરી હતી.
ફૂડ વિભાગ દ્વારા (01)બાલાજી ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)પટેલ કોલ્ડ્રિંક્સ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ધરતી કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)બાલાજી ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)ક્રિષ્ના મારવાડી પાણિપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)પટેલ ભેળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)મયુર ભજીયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)બાલાજી ફૂડ પોઈન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)વરિયા ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (10)પટેલ ગાંઠિયા ફરસાણ (11)પટેલ ચાઇનીઝ પંજાબી (12)ૠૠખ સ્વીટ એન્ડ નમકીન (13)સીતારામ સુપર માર્કેટ (14)પટેલ પ્રોવિઝન સ્ટોર (15)ઉત્તમ એન્ટરપ્રાઇઝ (16)શિવમ ફાર્મસી (17)મનોહર સોડા (18)વત્સ સુપર માર્કેટ (19)શિવમ ડેરી (20)જય અંબે નાસ્તા ગૃહની ચકાસણી કરવામાં આવેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન 150 ફૂટ રીંગ રોડ ઉપર શ્રી રામ મસાલા માર્કેટમાંથી ઠાકર મશાલા ભંડાર પેઢીમાંથી રાયના કુરિયા તેમજ યમુનાજી મસાલા ભંડારમાંથી ધાણીલુઝ, જય સોમનાથ મસાલા ભંડારમાંથી જીરૂ લુઝ, શ્રીરામ મસાલા ભંડારમાંથી વરિયાળી, મેથીનાકુરિયા, જય સોમનાથ મસાલા ભંડાર, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેથી અજમો પેકીંગ તથા મિત રેસ્ટોરન્ટમાંથી રેડચીલી પાઉડર, શ્રીનાથ ટ્રેડીંગ લાતી પ્લોટમાંથી હાથી બ્રાન્ડ મરચા પાઉડર પેકીંગ તથા હાથી બ્રાંડ હળતર પાઉડર પેકીંગ અને હાથીબ્રાડ ધારાજીરુ પાઉડર પેકીંગ સહિતના 10 સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.