ફૂડ વિભાગનું 21 પેઢીમાં ચેકિંગ, ફક્ત 6 કિલો દાઝિયું તેલ મળ્યું
હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબાઓના બદલે નાના ધંધાર્થીઓને ઝપટે લઈ કામગીરી બતાવવાનો પ્રયાસ
ફૂડ વિભાગ દ્વારા આજરોજ ફરી વખત કાણી-પીણીના નાના ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરી 21 દૂકાનો પૈકી એક પેઢીમાંથી ફક્ત 6 કિલો દાઝ્યુ તેલ જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. અને નવ ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટીસ ફટકારી હતી. નમુનાની કામગીરી અંતર્ગત આજે વધુ આઠ દુકાનોમાંથી દેશી ગોળના નમુના લઈ પુથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.
મનપાના ફૂડ વિભાગ દ્વારા ઘણા સમયથી હોટલો, રેસ્ટોરન્ટો અને ઢાબાઓમાં ચેકીંગ કામગીરી બંધ કરી દીધી છે. જ્યાં વધુમાં વધુ લોકો ભોજન આરોગવા જાય છે તેવા શેરીએ ગલીએ ફુટી નિકળેલા અનલીમીટેડ ઢાબાઓમાં ચેકીંગ કરવાના બદલે નાના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી ફક્ત કાગળ ઉપર કામગીરી બતાવવામાં આવી રહી છે. જેમાં આજે પણ રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાનામવા રોડ,શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ મુકામે આવેલ એલ.જી. ફૂડ(અમ્રિતસરી હાટી)" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ દાઝીયું અખાદ્ય તેલનો અંદાજીત 06 કિ.ગ્રા. જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના માડાડુંગર -આજીડેમ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 09 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્ય ચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી દરમિયાન (01)જય ભગીરથ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય ખોડિયાર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શુભમ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)જલારામ દાબેલી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)યોગી એન્ટરપ્રાઇઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)રાધે પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શ્રી ગોકુલ શિખંડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)બાલાજી ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)વેલનાથ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (10)સાંઇનાથ પાઉંભાજી (11)ઓમ શાંતિ પાણીપુરી (12)જય અંબે મદ્રાસ કાફે (13)ચોરસિયા સમોસા (14)સમ્રાટ બેકરી કેક શોપ (15)સમ્રાટ પીઝા લાઈવ પફ (16)શ્યામ ડેરી (17)શ્યામ જનરલ સ્ટોર (18)રાધેશ્યામ છોલે ભટુરે (19)માલધારી ડેરી ફાર્મ (20)ગોકુલ ફરસાણ (21)બજરંગ ફરસાણની ચકાસણી કરવામાં આવેલ.
શુદ્ધગોળના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન આજે ફરી વખત પરાબજારમાં અન્નપૂર્ણ ટ્રેડર્સ અને ગીરીરાજ એન્ટરપ્રાઈઝમાંથી લુઝ ગોળ તથા કંદોઈ બજારમાં ચંદ્રકાંત એન્ડ કંપનીમાંથી રાશ બ્રાન્ડ શુદ્ધ દેશી ગોળ તથા શ્યાન સુપર માર્કેટમાંથી રાજભોગ દેશી ગોળ તેમજ લુઝ ગોળ અને મવડીમાં પટેલ ગોળ ભંડારમાંથી કાવેરી તથા કૃતિકા અને જિલોન શુદ્ધગોળ સહિતના 8 સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.