ફૂડ વિભાગનું 18 એકમોમાં ચેકિંગ, 6 નમૂના લેવાયા
કચ્છી માંડવી દાબેલી, રિચ મદ્રાસ કાફે સહિતના 13 ધંધાર્થીઓ ફૂડ લાઇસન્સ વગર ધમધમતા હોવાનો ઘટસ્ફોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા મહિલા કોલેજ ચોક, LIC ઓફિસ સામે, રાજકોટ મુકામે આવેલ ટી- સ્ટ્રીટ પેઢીની સ્ટોરેજ, લાયસન્સ તથા રો-મટિરિયલ બાબતે તપાસ કરવામાં આવેલ તથા શહેરના પવનપુત્ર ચોક - સોરઠિયાવાડી સર્કલ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 13 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ અને 13 ધંધાર્થીને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી અલગ અલગ સ્થળેથી 8 ખાધ્ય પર્દાથના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા આજ રોજ (01)જય બહુચર પૂરી-શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)રીચ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)કૈલાશ દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)મુકદર રગડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)કચ્છી માંડવી દાબેલી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શ્રીહરિ પૂરી-શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)સદગુરુ રેસ્ટોટેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)જલારામ પૂરી-શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)રૂૂપ અમેરીકન મકાઇ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)શ્રીનાથજી ભજીયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)જય રામનાથ ફિકસ થાળી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ગુરુકૃપા પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)રાજ દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.તથા (14)વીઆઇપી કરછી દાબેલી (15)જય માતાજી છોલે ભટુરે (16)નેજાધારી ડાઈનીંગ હોલ (17)ટૂડે આઇસ્ક્રીમ (18)રાજ પાઉંભાજીની ચકાસણી કરવામાં આવેલ હતી.
ચીઝ, બર્ગર, ખજૂરના સેમ્પલ લેવાયા
ફૂડ વિભગ દ્વારા આજે કવીન્સ કૂડઝ આજી ઇન્ડ. માથી મોજરીલા ચીઝ એક કિલો તથા મલાઇ પનીર એક કિલો તથા મોજરીલા એક કિલો તેમજ હાર્ડ કેસલ રેસ્ટોરેન્ટમાંથી રોસ્ટેઝ ચીઝ ચીકન બર્ગર અને ધી કાડારોડ રશીકલાલ નટવરલાલ તન્નાને ત્યાથી જાયદી ખજૂર લૂઝ તથા ભગવાન ટે્રડસમાંથી જાયદી ખજૂર લૂઝ અને મગનલાલ એન્ડ કંપનીમાથી જાયદી ખજૂર લૂઝ સહિત આઠ સેપ્મલ લઇ પૃથ્કરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા.