ફૂડ વિભાગનું 15 એકમોમાં ચેકિંગ, કાંઈ ન મળ્યું
સ્થળ પર 37 નમૂનાની ચકાસણી, 7 ધંધાર્થીને લાઇસન્સ અંગે અપાઈ નોટિસ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ફરી વખત અખાદ્ય પદાર્થો શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગની આખે આખી ટીમે ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાાસણી હાથ ધરી હતી. વાસી પદાર્થ હાથ લાગ્યો ન હતો. આથી સાત ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપી સ્થલ ઉપર 39 શંકાસ્પદ ખાદ્યપદાર્થોની ચકાસણી કરી અલગ અલગ પાંચ સ્થળેથી મીઠો માવો, થાબડી, લાડુ, બરફી સહિતના સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ભક્તિ આશ્રમ હોકર્સ ઝોન ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી સામેના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 15 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 07 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. જેમાં (01)દિલ્લીવાલે છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય શંકર દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શ્રી ક્રિષ્ના ફરાળી સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)જલારામ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)યશ ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)મહાકાળી પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)રજનીકાંત મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (08)ક્રિષ્ના દાળપકવાન (09)યશ ઘૂઘરા (10)ભેરુનાથ ગુલ્ફી આઇસક્રીમ (11)ઉસ્તાદ લાઈવ ચાઇનીઝ પંજાબી (12)પીઠડ પાઉંભાજી (13) બાપાસીતારામ આલુપુરી-ખાવસા (14)બાલાજી ઢોસા (15)કનૈયા દાળપકવાન ચકાસણી કરવામાં આવેલ હતી.
પાંચ સ્થળેથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા
મનપાની ફૂડ વિભાગ દ્વારા ચેકીંદ દરમિયાન પાંચ સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં મીઠો માવો (લુઝ): સ્થળ- બાપાસીતારામ ડેરી ફાર્મ, હરીધવા રોડ, કોઠારીયા મેઇન રોડ, મોદક લાડુ (લુઝ): સ્થળ- બલરામ ડેરી ફાર્મ, ગાયત્રી નગર મેઇન રોડ, ત્રિશૂલ ચોક, ાબડી (મીઠાઇ- લુઝ): સ્થળ- બાપાસીતારામ ડેરી ફાર્મ, હરીધવા રોડ, કોઠારીયા મેઇન રોડ, મોદક લાડુ (લુઝ): સ્થળ- રાધેશ્યામ ડેરી ફાર્મ, ઢોલરિયા નગર-1, ગાયત્રી નગર મેઇન રોડ, સ્ટ્રોબેરી બરફી (મીઠાઇ- લુઝ): સ્થળ- શ્રી ગેલમાં ડેરી ફાર્મ, અક્ષર હેબિટેટ શોપ નં.1-3, સેટેલાઈટ ચોક મોરબી રોડ, મીઠો માવો (લુઝ): સ્થળ- જે જે સ્વીટ ડેરી ફાર્મ, સીતારામ સોસાયટી બારદાન ગલી, મોરબી રોડ, નાની ફાટક પાસેથી સેમ્પલ લઈ પૃથકરણ અર્થે મોકલવામાં આવ્યા હતાં.