રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રણછોડનગરમાં રહેણાક મકાનમાંથી 30 કિલો શુદ્ધ ઘી-134 લિટર સનફ્લાવર ઓઇલ સીઝ કરતી ફૂડ શાખા

06:29 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

શહેરનાં રણછોડનગર-5માં આવેલા એક રહેણાંક મકાનમાંથી મનપાની ફૂડશાખાએ ભેળસેળની શંકાનાં આધારે યુધ્ધ ઘી અને તેલનો જથ્થો સીઝ કરી, બન્નેનાં નમુના લઇ અસલી-નકલીનાં પૃથ્થકરણની કવાયત આદરી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઇકાલે રાત્રેના 10:30 કલાકે આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીની સૂચના અન્વયે ફૂડ વિભાગની ટીમ સાથે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર સી.ડી.વાઘેલા તથા ફૂડ સેફ્ટી ઓફિસર આર.આર.પરમાર દ્વારા રણછોડનગર -5 કોર્નર, વેકરીયા રોડ, રાજકોટમાં આવેલ અનંતભાઈ મૂળજીભાઈ લૂણાગરિયાના રહેણાક મહેશ કુંજની સ્થળ તપાસ કરવામાં આવેલ.

Advertisement

ચકાસણી દરમિયાન સ્થળ પર શુધ્ધ ઘી (લુઝ)નો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળેલ તેમજ જય રાધે બ્રાન્ડ રિફાઈન્ડ સનફલાવર ઓઇલના પેકડ ટીન ઉત્પાદન સ્થળ પર જોવા મળેલ. આ સ્થળ પર ફૂડ બિઝનેશ ઓપરેટર અનંતભાઈ મૂળજીભાઈ લૂણાગરિયાએ શુધ્ધ ઘી(લુઝ)નું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું સ્વીકારેલ. અહીંં સંગ્રહ કરેલ શુધ્ધ ઘી(લુઝ) નો જથ્થો શંકાસ્પદ જણાતા તેમજ સ્થળ પર રહેલ રિફાઈન્ડ સનફલાવર ઓઇલનો ઉપયોગ શુધ્ધ ઘીની બનાવટમાં એડલ્ટ્રન્ટ (ભેળસેળ કરવામાં માટે) તરીકે થયો હોવાની શંકાના આધારે સ્થળ પરથી શુધ્ધ ઘી(લુઝ) નો નમૂનો તેમજ જય રાધે બ્રાન્ડ રિફાઈન્ડ સનફલાવર ઓઇલ (એડલ્ટ્રન્ટ તરીકે) નો નમૂનો ઋજજઅઈં એક્ટ -2006 હેઠળ લેવામાં આવેલ. તેમજ સ્થળ પર બાકી રહેલ શુધ્ધ ઘી(લુઝ) નો અંદાજીત 30 કિ.ગ્રા. જથ્થો (રૂૂ.6,600/- ની કિંમતનો) તથા જય રાધે બ્રાન્ડ રિફાઈન્ડ સનફલાવર ઓઇલનો અંદાજીત 134 લિટર (રૂૂ.16,910/- ની કિંમતનો) નો જથ્થો સ્થળ પર સીઝ કરવામાં આવેલ. તેમજ ફૂડ બિઝનેશ ઓપરેટરને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તથા ફૂડ લાયસન્સ બાબતે નોટિસ અપાઇ હતી.

કયા, કયા નમૂના લીધા?
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટીસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 2 નમૂના લેવામાં આવેલ જેમાં શુધ્ધ ઘી(લુઝ): સ્થળ -‘મહેશ કુંજ’, રણછોડનગર -5 કોર્નર, વેકરીયા રોડ, રાજકોટ, જય રાધે બ્રાન્ડ રિફાઈન્ડ સનફલાવર ઓઇલ(એડલ્ટ્રન્ટ તરીકે): સ્થળ -‘મહેશ કુંજ’, રણછોડનગર -5 કોર્નર, વેકરીયા રોડનો સમાવશે થાય છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement