For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફૂડ શાખાનું ચેકિંગ યથાવત્: ખાદ્યચીજોના નમૂના લેવાયા

11:52 AM Oct 15, 2024 IST | admin
ફૂડ શાખાનું ચેકિંગ યથાવત્  ખાદ્યચીજોના નમૂના લેવાયા

અમુક સ્થળોએથી અખાદ્ય ચીજ મળતા નાશ કરતું તંત્ર

Advertisement

જામનગરમાં ગત તારીખ 3 થી 11 ઓક્ટોબર દરમિયાન ફુડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યા હતા અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અમુક સ્થળોએ થી અખાદ્ય પદાર્થ મળી આવતા તેનો નાશ કરાયો હતો.જામનગરમાં તા. 3-10-ર0ર4 ના દૂધ અને દૂધની બનાવટના સેમ્પલો લેવામાં આવ્યા હતાં જેમાં માહી ડેરી (સરૂૂ સેક્શન રોડ) માંથી દૂધ, શ્રી મોમાઈ ડેરી (પેલે રોડ) માંથી દૂધ, શ્રી અંબિકા ડેરી ફાર્મ (બંદર રોડ) માંથી પલાઈ, મહાવીર આઈસ્ક્રીમ (બેડેશ્વર) માંથી દૂધ કોલ્ડ્રીક્સ, શ્રી લક્ષ્મી ડેરી (વાલસુરા રોડ) માંથી દહીં, જય ભવાની ડેરી (બેડીબંદર રોડ) માંથી પનીર, ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ (પટેલ કોલોની) માંથી આઈસ્ક્રીમ, શ્રી અંબિકા ડેરી ફાર્મ (બેડીબંદર રોડ) માંથી બદામ મિલ્ક શેઈક, શ્રી લક્ષ્મી ડેરી (વાલસુરા રોડ) માંથી મિક્સ દૂધ, જય ભવાની ડેરીમાંથી માખણ અને ક્રિષ્ના એન્ટરપ્રાઈઝમાંથી શિખંડ, તથા તા. 4 ના બરફી, મીઠાઈના પણ 14 નમૂના લેવામાં આવ્યા હતાં. જેમાં એમપી શાહ ઉદ્યોગનગરમાં શિવ શક્તિ ડેરી એન્ડ સ્વીટ અને અંબિકા ડેરી પ્રોડક્ટમાંથી મીઠોમાવો અને બરફીના નમૂના લેવામાં આવ્યા હતાં.

કિરીટ ફરસાણમાંથી બરફી અને મીઠો માવો ઓમ પટેલ પેંડાવાલામાંથી મીઠો માવો અને બરફી, લીમડાલાઈનની ધારેશ્વર ડેરીમાંથી બરફી અને મીઠો માવા, પમ્સીસમાંથી મીઠો માવો અને બરફી તથા પારસ સ્વીટ-ફરસાણમાંથી બરફી અને મીઠો માવાના નમૂના લેવાયા હતાં.તા. 6ના ખાદ્યતેલના નમૂના 14 સ્થળેથી લેવાયા હતાં. જેમાં કમલેશ કુમાર છગનલાલ પટેલ, ધનવંતી ટ્રેડર્સ બેડેશ્વરની પટેલ ઓઈલ મીલ, રઈઝ એગ્રો, શ્રીજી ટ્રેડર્સ, જે.પી. ઓઈલ ઈન્ડ., ક્રિષ્ના ઓઈલ ઈન્ડ, શ્રી રામ ઓઈલમીલ અને ચાર ચાર મેગા પોલમાંથી તેલના નમૂના લેવાયાછે.

Advertisement

તા. 7નામાં બેકરી પ્રોડક્ટ્સના 14 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં શિવ શક્તિ બેકરીની નાન ખટાઈ, શિવમ બેકર્સમાંથી ક્રિમ રોલ, લક્ષ્મી બેકર્સમાંથી નાન ખટાઈ, શિવ દર્શન બેકરીમાંથી ક્રિમ રોલ, લક્ષ્મી બેકરીમાંથી રીય ફિલ્ડ સુપર વનસ્પતિ, આશા બેકર્સમાંથી પફ, શિવ શક્તિ બેકરીમાંથી નાન ખટાઈ અને કાળા તલના બિસ્કીટ, નુર મહમદી બેકરીમાંથી ખાંડ ચકરી, ધી કેક પુલમાંથી કેક, શિવ દર્શન બેકરીમાંથી વનસ્પતિ (પર ફાઈડ બ્રાન્ડ), ચાર ચાર મેગામોલમાંથી મસ્ટરડ ઓઈલ, નુરી મહંમદી બેકરીમાંથી જામ કેક રોલ, તથા કે.કે. બેકરીમાંથી મશરૂૂમ અને જીરા ટોસ્ટનો સમાવેશ થાય છે.

તા. 9 ના ખાદ્ય મસાલાના 14 નમુના લેવાયા હતાં. હિન્દ પ્રોવિઝનમાંથી મરચા પાવડર, ભાનુશાળી મહેન્દ્રકુમાર બધર્સમાંથી ધાણાજીરૂૂ પાવડર, મહંમદ હનીફ નુરમામદમાંથી મરચા પાવડર અને ગરમ મસાલો, સાગર પ્રોવિઝનમાંથી મરચા પાવડર અને હળદર પાવડર, રાજ પ્રોવિઝનમાંથી હળદર પાવડર અને ગરમ મસાલો, શ્રી મહાલક્ષ્મી પ્રો. સ્ટોર્સમાંથી હિંગ, નુરાની પ્રો. સ્ટોર્સમાંથી ગરમ મસાલો, ચુડાસમા બાલુભા હાલાજીમાંથી મોહનથાળ અને ગુલાબ જાંબુ, વિજય પ્રો. સ્ટોર્સમાંથી હળદર પાવડર, નિયતિ પ્રો. સ્ટોર્સમાંથી હળદર-ધાણાજીરૂૂ પાવડરનો સમાવેશ થાય છે.

તા. 10 ના ડ્રાયફૂટના 14 નમુના લેવાયા હતાં. તેમાંથી ફાઈવ સ્ટાર ડ્રાયફૂટમાંથી રબડી કાજુ અને કોફી આલમંડ, શ્રીજી ટ્રેડર્સમાંથી અંજીર અને રોસ્ટેડ પીસ્તા, પ્રસાદ ટ્રેડર્સમાંથી બદામ અને કાજુ, આર.કે. કનક ઈન્ડ.માંથી કિસમીસ અને કાજુ, ઓમકારમાંથી જરદાલુ, જય અંબે એન્ટરપ્રાઈઝમાંથી અજીર, ઠક્કર ડીસ્પોસબલમાંથી વોલનટ અને પીસ્તા તથા જય અંબેમાંથી અખરોટ. તા. 11 ના ઘી ના નમુના લેવાયા હતાં તેમાંથી લક્ષ્મીગૃહ ઉદ્યોગ (નાઘેડી), ભવાની ડેરી, બાલકૃષ્ણ ભગવતી ડેરી, જયંતિભાઈ માવાવાળા, વિશાલ ટ્રેડીંગ, જી.એ. ટ્રેડર્સ, મિલન ટ્રેડર્સનો સમાવેશ થાય છે.નાઘેડીના લક્ષ્મીગૃહ ઉદ્યોગમાં ઉપયોગ કરેલ ખાદ્ય તેલ, પૂજન સામગ્રી વાળા ઘી નો તથા ખામતેલનો 91 કિલો જથ્થો મળી આવતા તે સીઝ કરવામાં આવ્યો હતો. ર03 સ્થળે તેલના ટીપીસી અંગે તપાસ કરવામાં આવી હતી તેમાંથી 80 કિલો બળેલ તેલનો નાશ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement