તેલંગણાના પગલે ગુજરાતમાં પણ 54 ટકા OBC અનામત આપવા માગણી
તેલંગણા સરકારે ઓબીસી અનામત 23 ટકા વધારીને 42 ટકા કરી નાખતા ગુજરાતમાં પણ વસ્તી મુજબ ઓબીસીને 54 ટકા અનામત આપવા માંગણી ઉઠી છે. ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોરે ગુજરાતમાં વસતીના ધારણે 54 ટકા ઓબીસી અનામત આપવામાં નહીં આવે તો ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને ગામમાં નહીં ધુસવા દેવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.
OBCસમાજના નેતા નવઘણજી ઠાકોરે કહ્યું કે, તેલંગાણામાં સરકારે ઓબીસી અનામત 23 ટકા હતી તે વધારીને 42 ટકા કરી છે. તેલંગાણાની પેટર્ન મુજબ ગુજરાતમાં OBCસમાજની 54 ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ OBCસમાજને 54 ટકા અનામત મળવું જોઇએ. અનામત વધારવી કે ઘટાડવી તે સંપૂર્ણ પાવર રાજ્ય સરકારનો છે. ગુજરાતના OBCસમાજના ચૂંટાયેલા ધારાસભ્યોને અપીલ કરૂૂ છું કે વિધાનસભાનું સત્ર ચાલુ છે ત્યારે વિધાનસભામાં બિલ લાવી ગુજરાતમાં ઘઇઈસમાજને 54 ટકા અનામત આપવામાં આવે તેવી મારી માંગણી છે.
આ સાથે જ OBCનેતાએ કહ્યું કે, પસમગ્ર ગુજરાતના OBCસમાજના તમામ આગેવાનો, તમામ રાજકીય લીડરો, સરકારી કર્મચારીઓ સૌને અપીલ કરૂૂ છું કે અન્ય રાજ્યોની અંદર OBCસમાજને ખુબ લાભ મળે છે પણ ગુજરાતમાં OBCસમાજને અન્યાય થાય છે. ત્રણેય પાર્ટીઓની પરીક્ષા લેવાનો હવે સમય આવ્યો છે. જો OBCસમાજનું હિત ચાહતા હોય, OBCસમાજના વિકાસની ભાવના હોય તો વિધાનસભામાં 54 ટકા OBCઅનામતનું બિલ લાવી ગુજરાતમાં ઘઇઈને 54 ટકા અનામત મળે તેવી માંગ કરો.