લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડનો કાનૂની જંગ માટે પોલીસ સામે મોરે મોરો
લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાઇકોર્ટના શરણે પહોંચ્યા છે. જેમાં પોલીસે ફરિયાદ નહીં નોંધતા ખવડે હાઇકોર્ટમાં અરજી કરી છે. ત્યારે આરોપીઓ સામે ફરિયાદ નોંધવા ખવડે હાઇકોર્ટમાં અરજી કરતા ચર્ચાનો વિષય શરૂૂ થયો છે. અરજીમાં મુદ્દામાલ શોધી, પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની માગ કરાઇ છે. કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે. આગામી દિવસોમાં ખવડની અરજી પર સુનાવણી હાથ ધરાશે.
અગાઉ ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિવાદોમાં રહી ચુક્યા છે. ત્યારે લોકસાહિત્યકાર દેવાયત ખવડે એક જ દિવસમાં બે કાર્યક્રમ બૂક કરી લેતા બબાલ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતુ. જો કે, તે મામલે ચોક્કસ કોઈ વિગતો સામે આવી નહોતી. પરંતુ એક કાર્યક્રમ બાદ બીજા કાર્યક્રમમાં ન જતા બબાલ થઈ હતી. એટલું જ નહીં પરંતુ દેવાયત ખવડની ગાડી પર હુમલો થયો હોવાનું પણ સામે આવ્યું હતુ જેમા આયોજક ભગવતસિંહ ચૌહાણે સનસનીખેજ આરોપ લગાવ્યો છે.
ઓડિયોમાં આયોજકે ડાયરા સ્થળ પર જ 8 લાખ રુપિયા આપ્યાની વાત કરી છે. આયોજકે કહ્યું કે, મારા પિતાની પૂણ્ય તિથિ પર 21 તારીખે પ્રોગ્રામ રાખવાનો હતો. પરંતુ દેવાયત ખવડે પોતે 20 તારીખે ડાયરો રાખી દીધો, જેના કારણે તેમને દુશ્મનીનો સામનો કરવો પડ્યો. આ ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડને આયોજકને ધમકી આપતા પણ સાંભળાય છે. તેમ છતાં, આયોજકએ દેવાયત ખવડના ગાડી પર થયેલા હુમલાને નકારી દીધું છે. દેવાયત ખવડે જણાવ્યું કે, હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી, વાયરલ ઓડિયો ક્લિપમાં સ્ટેજની ચિંતા ન કરવા પણ દેવાયત ખવડે આયોજકને ખાતરી આપી હતી.