લોકગાયક કાજલ મહેરિયાએ કડી બેઠક માટે ભાજપમાંથી ટિકીટ માગી
ગુજરાતમાં કડી અને વિસાવદરની ખાલી પટેલી બેઠકો માટે આગાી 19 જૂનના રોજ મતદાન થવાનું છે, ત્યારે ભાજપ દ્વારા આ બેઠકો માટે યોગ્ય ઉમેદવારની પસંદગીકરવા માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં કડી વિધાનસભાની બેઠક માટે ગુજરાતી લોકગાયક કાજલ મહેરિયાએ પણ દાવેદારી નોંધાવી છે. ભાજપ દ્વારા કડી વિધાનસભા બેઠકના પ્રદેશ પ્રભારી તરીકે મણિનગરના પૂર્વ ધારાસભ્ચ સુરેશ પટેલ અને દશરથ ઠાકોરને નિમણૂંક અપાઈ છે. જ્યારે સંયોજક તરીકે વિનોદ પટેલ અને સહ સંયોજક તરીકે હિમાંશુ ખમારની પસંદગી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં કડી વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માંગતા 70 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં સૌથી ચોંકાવનારું નામ ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયાનું છે.
કડી વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાના બાયોડેટા સાથે નિરિક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવનાર કાજલ મહેરિયાએ જણાવ્યું કે, છેલ્લા 15-20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલી છું. ભાજપ સરકાર સાથે રહીને સેવા કરવાની વધારે મજા આવે છે. અત્યાર સુધી કલાકારની શ્રેણીમાં સેવા કરતી હતી, હવે લોકોની સેવા કરવાનો આ એક મોકો મળ્યો છે. જો પાર્ટી તક આપશે, તો પ્રજાની સેવા કરવી છે.
