રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ જિલ્લામાં આજથી ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સ્કવોડ સક્રિય

03:30 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથેજ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આચારસંહિતાનો કડક અમલ માટે આજથી રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં ફ્લાઇંગ સ્કવોડ અને સ્ટેટીક સ્કવોડ કાર્યરત કરી દેવામાં આવી છે આ ઉપરાંત ચૂંટણીને લગતી કોઇપણ જાતની ફરિયાદ હોય તેના માટે કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણીની શનિવારે જાહેરાત થતાની સાથે જ કલેક્ટર પ્રભવ જોશી અને મુખ્ય ચૂંટણી અધિકારી નારણ મુછર દ્વારા આચારસંહિતાના કડક અમલવારી શરૂ કરવી દીધી છે. જેમાં ચૂંટણી ટાણે રોકણ અને દારૂની હેરફેર અટકાવા માટે રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં ફ્લાઇંગ સ્કવોડ અને સ્ટેટીક સ્કવોડ કાર્યરત કરી દેવામાં આવી છે. દરેક વિધાનસભા બેઠકમાં 3 ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટીક સ્કવોડ કાર્યરત રહેશે.

Advertisement

આ ઉપરાંત ચૂંટણીને લગતી ફરિયાદોના નીકલ માટે કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. જેમાં કોઇપણ મતદાર કંટ્રોલરૂમમાં ફરિયાદ કરી શકશે જેના માટે ટોલ ફ્રી નં. 18002330322 તેમજ લેનલાઇન નં.2451410, 2451417 અને 2451465 નંબર પર આચારસંહિતા ભંગની ફરીયાદ કરી શકશે અને તેનો તાત્કાલિક નિવારણ લવામાં આવશે. ગઇકાલે કોંગ્રેસના કાર્યકરે બસસ્ટેન્ડમા વડાપ્રધાન મોદીના પોસ્ટરો લાગ્યાની કંટ્રોલરૂમમાં ફરીયાદ કરી હતી જે 4 ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરી એસ.ટી બસમાં લાગેલા હોડિંગસ હટાવી દેવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચ દ્વારા સરકારી અને પ્રાઈવેટ વાહનો કર્યા રિક્વિઝિટ
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પંચના આદેશથી આદર્શ આચારસહિતાના કડક અમલ માટે સ્ટાફને કામે લગાડી દેવામાં આવ્યો છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં મામલતદાર દ્વારા સરકારી વાહનો અને પ્રાઈવેટ વાહનો રિક્વિઝીટ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 9 વાહન રિક્વિઝીટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ 50 જેટલાવાહનોની જરૂરિયાત હોય વધુ વાહનો રિક્વિઝીટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

ચૂંટણી માટે અલગ-અલગ ટીમની રચના

વિભાગીય નોડલ અધિકારીની ટીમ- વિધાનસભા દીઠ-1
ફ્લાઇંગ સ્કવોડ- વિધાનસભા દીઠ-3
સ્ટેટીક સર્વેલન્સ ટીમ -વિધાનસભા દીઠ-3
વિડીયો સર્વેલન્સ ટીમ -વિધાનસભા દીઠ-3
વિડીયો વ્યૂઇંગ ટીમ- વિધાનસભા દીઠ-1
એકાઉન્ટીંગ ટીમ- વિધાનસભા દીઠ-1
એમસીએમસી મોનીટરીંગ ટીમ -જિલ્લા કક્ષાએ-1
આસિસ્ટન્ટ એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વર- વિધાનસભા દીઠ-1

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement