ફ્લાવર બેડ હવેથી બાંધકામમાં ગણાશે: તંત્ર મક્કમ
બિલ્ડર એસોસીએશનની સરકારમાં કરેલ રજૂઆતનો જવાબ ન આવતા નવા પ્લાનમાં સુધારા કરવાનો ટીપી વિભાગનો ઇન્કાર
ગુજરાતમાં હાઇરાઇઝ બિલ્ડીગોંમા ફલાવર બેડમાં આપવામાં આવતી છુટછાટ બંધ કરવામા આવી છે. જેના લીધે બાંધકામ પ્લાનમાં ફરજિયતા ફલાવર બેડ એટલે કે વધારાની બાલ્કનીનો સમાવેશ કરવાનું મુશ્કેલ લાગતા બિલ્ડર એસોસીએશન દ્વારા આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ જેનો આજ સુધી જવાબ ન આવતા રાજકોટ મનપાના ટાઉનપ્લાનીગ વિભાગે નવા મુકાતા બિલ્ડીગ પ્લનમાં ફલાવર બેડનો બાંધકામમાં સામાવેશ કરવાનો નિર્ણય લઇ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
મનપાના ટાઉનપ્લાનીગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ શહેરમાં નવી બનતી બિલ્ડીગોમાં ફલાવર બેડ માટે પ્લાનમાં છુટછાટ આપવામાં આવતી હતી. પરંતુ બિલ્ડરો દ્વારા ફલાવર બેડના નામે બાલ્કની બનાવી એફએસઆઇમાં છુટછાટ મળેવી ગ્રાહકો પાસેથી કારર્પેટ મુજબ પૈસા વસુલવામાં આવી રહ્યાની અસંખ્ય ફરિયાદો ઉઠતા આ મુદે સરકાર દ્વારા તવરીત પગલા લઇ ફલાવર બેડની છુટછાટ બંધ કરવામાં આવી હતી અને તમામ બાલ્કનીનો બાંધકામ પ્લાનમાં સમાવેશ કરવાની સુચના આપવામાં આવેલ જેના કારણે બિલ્ડરોને ભારે નુકસાન વેઢવુ પડશે તેવી સરકારમાં રજૂઆત કરી ફલાવર બેડની છુટછાટ ચાલુ રાખવામા આવે તેમજ જણાવે પરંતુ સરકાર દ્વારા આજ સુધી નિર્ણય ન લેવાતા વધારાનું બાંધકામ પ્લાનમાં બતાવ્યુ ન હોય તેવા બાંધકામો અટકી ગયા છે અને આ મુદે અસમંજ ઉભી થતા તેમજ ટાઉનપ્લાનીંગ વિભાગે પણ સરકારની કોઇ સુચના ન આવતા નવા હાઇરાઇઝ બાંધકામો માટે ફલાવર બેડની બાંધકામમા ગણવાનો નિર્ણય લઇ પ્લાન મંજુર કરવાનો શરૂ કર્યુનું જાણવા મળેલ છે.
ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મજુબ હાઇરાઇઝ બિલ્ડીગોમાં છેલ્લા છ મહિનામાં 70થી વધુ પ્લાન ઇનવર્ડ થયા છે. જે તાત્કાલીક મજુર કરવા પડે હોવાથી તંત્રએ હવે બાંધકામ ઉદ્યોગને વેગ આપવા નિર્ણય લઇ ફલાવર બેડની હવે બાંધકામ ગણી પ્લાન મજુર કરવાની શરૂઆત કરી છે.
અત્યાર સુધી બિલ્ડરો દ્વારા પ્લાનમાં દેખાડીયા વગર ફલાવર બેડ મજુર કરવામાં આવતા દોઢ ફુટની ગેલેરીની જગ્યા બહાર કઢવામાં આવીતી પ્લાનમાં ન બતાવી ફલાવર બેડના નામે ગેલેરી કાઢયા બાદ આ ગેલેરીના કારર્પેટ મુજબ ગ્રાહકો પાસેથી પૈસા વસુલવામાં આવતા હતા. તેવી ફરિયાદો ઉઠવા પામેલ જેના લીધે સરકારે વધારાના બાંધકામ માટે ફલાવર બેડનો ઉપયોગ સદરત બંધ કરાવી ગ્રાહકોેને લુટા બચાવવાનો અભીગમ અપનાવો છે અને બિલ્ડર દ્વારા રજૂઆત કરવામાં આવેલ તેનો જવાબ આજ સુધી આપેલ ન હોય રાજકોટ કોર્પોરેશનને હવેથી બાંધકામ પ્લાનમા ફલાવર બેડ દર્શાવેલ હશે તો બાંધકામમાં ગણી મજુર કરવાનો નિર્ણય લીધો છે. આથી આગામી દિવસોમાં બિલ્ડર લોબી દ્વારા આ મુદે કયા પ્રકારના પગલા લેવાશે તે સમય બતાવશે.
બિલ્ડરોને નુકસાની કઇ રીતે થાય?
હાઇરાઇઝ બીલ્ડીગોમાં ફલાવર બેડના નામે વધારાનું બાંધકામ કરી પ્લાનમા દર્શાવવામાં આવતુ ન હતુ પ્લાન મજુર થયા બાદ બિલ્ડરો દ્વારા ફેલટનું વેચાણ કરવામાં આવે ત્યારે કારર્પેટના ભાવ મુજબ ફલાવર બેડના નામે કાઢવામાં આવેલ ગેલેરીના પૈસા વસુલવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠેલ જેનો બિલ્ડર એસોસીએશને વિરોધ કરેલ છે. પરંતુ હવે પ્લાનમાં બતાવીને કારર્પેટ મુજબ પૈસા વસુલવામાં આવેશ જેમાં બિલ્ડરોને કોઇ જાતનું નુકસાન થવાની શકયતા નથી તેવી જાણકારો કઇ રહ્યા છે.